પિતૃદોષનો સરળ ઉપાય છે શ્રાધ્ધજે કુંડળીમાં દશમ ભાવમાં સૂર્ય-રાહુ સાથે હોય તેમાં હોવાનુ મનાય છે. જો ચતુર્થભાવમાં હોય તો માતૃદોષ માનવામાં આવે છે. તૃતીય ભાવમાં ભાઈ, દ્વીતીયમાં કુંટુબીઓનો દોષ માનવામા આવે છે.

આમ તો સૂર્ય-રાહુ સાથે હોય તો જ પિતૃદોષ કહેવામાં આવે છે. તેમની આત્મશાંતિ અને તૃપ્તિ માટે જ શ્રાધ્ધપક્ષની માન્યતા છે. શ્રાધ્ધપક્ષમાં પોતાના પિત્તરોની તિથિ મુજબ શ્રાધ્ધ કરવામાં આવે છે.

જે પિત્તરોનુ સ્મરણ નથી હોતુ કે પછી પૂર્વ જન્મમાં કોઈ ભૂલ થઈ જાય છેતો સર્વપિતૃ અમાસના દિવસે પૂર્ણ શ્રાધ્ધની સાથે સવારે પિત્તરોની રૂચિ મુજબનુ સ્વાદિષ્ટ ભોજન બનાવો અને છાણાને કે કોલસાને સળગાવીને તેને સંપૂર્ણ બાળો અને તેમા શુધ્ધ ઘી-ગોળ અને બનાવેલ ભોજનનો થોડો થોડો અંશ લઈને પિત્તરોના નામ અને જો યાદ ન હોય તો ભૂલી ગયેલા કહીને આહ્વાન કરીને ધૂપ આપો અને કહો કે તમે બધા ખાવ અને અમારી તરફથી જે પણ કાંઈ બની શક્યુ તેનુ સેવન કરો. આવુ કહીને આહુતિયો આપો. પછી પાણીને અગ્નિની ચારે બાજુ ફેરવીને જમીન પર વિસર્જિત કરો.

હા, એક વાત ધ્યાનમાં રાખજો કે ધૂપ દક્ષિણની તરફ મો ઢુ કરીને આપવામાં આવે. દક્ષિણ દિશા પિતૃ દિશા હોય છે. સાંજે થોડુ તાજુ ભોજન બનાવીને ઉંબરા પાસે ધૂપ આપો અને બધા પિત્તરોને યાદ કરીને કહો કે હે પિતૃ દેવતા અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને પોતાના બાળકો સમજીને માફ કરો અને અમારી તરફથી ભોજન સ્વીકાર કરો.

આવુ કહીને બનેલી વસ્તુઓને અગ્નિમાં હોમ કરો અને પાણી છોડો , છેવટે એવુ કહીને વિદાય આપો કે હે પિતૃદેવ હવે તમે તમારા લોક પધારો અને અમને સુખી રહેવાનો આશીર્વાદ આપીને તમારી કૃપાને પાત્ર બનાવી રાખો.


આ પણ વાંચો :