ઈસ્લામી દુઆ-1

N.D

અલગ અલગ સમય પર કરવામાં આવતી ઈસ્લામી દુઆ

* ખાવાનું શરૂ કરતાં પહેલાં કરવામાં આવતી દુઆ

બિસમિલ્લાહે વ અલા બર કતિલ્લાહે
મે અલ્લાહના નામે અને અલ્લાહની બરકત પર જમવાનું શરૂ કર્યું છે.

* જમ્યા બાદની દુઆ

અલહમ્દો લિલાહિલ્લજી અતઅમના વ સકાના વ હદાના વ જઅલાના મિનલ મુસ્લેમીન.
બધી જ ખૂબિયા તે અલ્લાહ માટે છે જેણે અમને ખવડાવ્યું, પીવડાવ્યું અને હિદયત આપી અને મુસલમાન બનાવ્યાં.

દાવતમાં જમતા પહેલાં આ દુઆ પઢો

અલ્લા હુમ્મા અતઈમ મન અતઅમાની વ સકે મન સકાની.
હે અલ્લાહ, જેણે મને ખવડાવ્યું, પીવડાવ્યું તેને તું ખવડાવજે, પીવડાવજે.

* બૈતુલખલા જતા પહેલાં આ દુઆ પઢો

અલ્લા હુમ્મા ઈન્ની અઉજો બેકા મિનલાએ ખુબસે વલ ખબાઈસે
હે અલ્લાહ હુ તારી શરણ માંગુ છુ ખબીસ જીનો અને ખબીસા જીન્નીઓથી.

* બૈતુલખલાથી બહાર નીકળીને આ દુઆ પઢો

અલ્હમ્દો લિલ્લા હિલ્લજી અજહબા અન્નિયલ અજા વ આફાની
બધા જ વખાણ તે અલ્લાહ માટે છે જેણે મને દુખ આપનારી વસ્તુઓ દૂર કરી અને મને આફયત નિજાત કરી.

* નવા કપડાં પહેરો તો આ દુઆ પઢો

અલ હમ્દો લિલ્લા હિલ્લજી કસાની મા ઉવારિયાબેહી ઔરતી વ અતા જમ્મલો બેહી ફી હયાતી.
બધા જ વખાણ તે અલ્લાહ માટે છે જેમણે મને કપડાં પહેરાવ્યાં જેની અંદર હું મારી શરમને સંતાડુ છુ અને મારી જીંદગીમાં તેનાથી સુંદરતા મેળવું છુ.

* અરીસો જોતા પઢો

અલહમ્દો લિલ્લાહે અલ્લાહુમ્મા કમા હરસનતા ખિલકી ફહસ્સિન ખુલકી
હે અલ્લાહ જેવી રીત તમે મને સુંદરતા આપી છે તેવી રીતે મને મારી આદતો પણ સુંદર બનાવજો.

* આંખોમાં સુરમા લગાવતી વખતે આ પઢો

અલ્લાહુમ્મા મત્તેની બિસ્માણે વલ બસરે
હે અલ્લાહ મને આંખ અને કાનથી ફાયદો આપ

* ઘરથી બહાર નીકળતી વખતે આ પઢો

બિસમિલ્લા હે તવક્કલતો અલલ્લાહે લા હવલા વલા કુવ્વતા અલ્લા બિલ્લાહ
વેબ દુનિયા|
હું અલ્લાહનું નામ લઈને નીકળ્યો, મે અલ્લાહ પર વિશ્વાસ કર્યો ગુનાહોથી દૂર રહેવાની અને ઈબાદત કરવાની તાકાત અલ્લાહની તરફથી છે.


આ પણ વાંચો :