રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. અનોખુ વિશ્વ
  3. અનોખુ તથ્ય
Written By
Last Updated :મુંબઈ- , ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (16:07 IST)

આગમાં બળી ગયો ભિખારીનો ખજાનો !!

એક ભિખારી એ સમયે બરબાદ  થઈ ગયો જ્યારે એની ઝૂંપડીમાં આગ લાગી ગઈ અને એમાં ભીખ માંગી-માંગીને કોથળામાં જમા કરેલા  હજારો રૂપિયા બળીને રાખ થઈ ગયા . અબ્દુલ રહેમાનને શક છે કે એના ઘરમાં કોઈએ જાણી જોઈને  આગ લગાવી છે. 
 
કલ્યાણના લહૂજી નગર ઝૂપડપટ્ટીમાં આવેલ  ભિખારીના ઘરમાં આગ લાગ્યા પછી જ્યારે આગ ઓલવવામાં  આવી ત્યારે તેના  નોટોના  ત્રણ-ચાર કોથળા બળી ગયા હતા. કોથળામાં ભરીને રાખેલા દસ-વીસના હજારો  નોટ સળગી ગયા. 
 
સ્થાનીક  લોકોનુ  કહેવું છે કે એમને જાણ નહોતી કે ઝૂંપડીમાં કોથળામાં પૈસા ભરીને મુક્યા  છે. ઘટનાની જાણકારી મળ્યા પછી છોકરો આવ્યો પણ એને પણ આ વાતની જાણકારી નહોતી કે ઘરમાં નોટોથી ભરેલા કોથળા મુક્યા  છે. 
 
અબ્દુલ રહેમાન પહેલે સોફા કવર સીવવાનું  કામ કરતો હતો. લગ્ન પછી બાળકો  જુદા થઈ ગયા અને તેમણે તેમની પત્ની સાથે ભીખ માંગવાનું શરૂ કરી દીધુ.