બુધવાર, 28 ફેબ્રુઆરી 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. અનોખુ વિશ્વ
  3. અનોખુ તથ્ય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 24 ફેબ્રુઆરી 2016 (16:26 IST)

અહી સવારે નજીક તો બપોરે દૂર થઈ જાય છે રેલવેના પાટા, લોકો માને છે ચમત્કાર !!

ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 100 કિમી દૂર હજારીબાગના એક ગામમાં એવો રેલવે ટ્રેક છે જેને જોવા દૂર દૂરથી લોકો આવે છે. ઉલ્લેખનીય છેકે હંમેશા જુદા જુદા રહેનારા પાટાઓ એક સમયમાં પરસ્પર ચિપકાઈ જાય છે. ગામના લોકો આને ચમત્કાર માને છે અને પૂજા કરે છે.  ક્યારે પાટાઓ એકબીજાને ચિપકી જાય છે નએ ક્યારે થાય છે જુદા.. 
 
- સાયંસ પણ અત્યાર સુધી અહી પાટાના ચોંટી જવાનુ રહસ્ય નથી ઉકેલી શક્યુ. 
- અહી રોજ સવારે 8 વાગતા જ પાટાઓ ચિપકવા માંડે છે અને લગભગ 3 કલાક પછી સંપૂર્ણ રીતે ચિપકી જાય છે. 
- પછી 3 વાગ્યે ટ્રેક આપમેળે જ જુદા થવા માંડે છે જે સાંજ થતા સુધી સંપૂર્ણ રીતે અલગ થઈ જાય છે. 
- હજારી બાગ-બરકાકાના રૂટ પર લોહરિયાટાંડની પાસે લગભગ 15-20 ફીટની લંબાઈની પટરીઓ પર આવુ થાય છે. 
- ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ રૂટ પર ટ્રેન ચાલવી શરૂ થઈ નથી. 
 
(25 ફેબ્રુઆરીએ રેલ બજેટ રજુ કરવામાં આવશે. આ અવસર પર અમે તમને રેલવે સાથે જોડાયેલ કેટલીક ઈંટ્રેસ્ટિંગ માહિતી આપી રહ્યા છે. ) 
 
આ રીતે ક્લિપ તોડીને ચોંટી જાય છે પાટા 
 
- ટ્રેક મેંટેનેંસ ઈંચાર્જ બતાવે છે કે જ્યારે શરૂઆતમાં ટ્રેક ચોંટતા જોયા તો તેની તપાસ કરાવી. 
- પણ કોઈ વિશેષજ્ઞ પણ ન બતાવી શક્યો કે આવુ કેમ થાય છે. 
- પાટાને ચોંટતા રોકવા માટે અમે ટ્રેકની નીચે મોટી લાકડી અડાવીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યા. 
- ટ્રેકનું ખેંચાણ એટલુ પાવરફુલ હતુ કે સીમેંટના પ્લેટફોર્મમાં જાડા ક્લિપથી કસેલા પાટા ક્લિપ તોડીને ચોંટી જાય છે. 
- આ વિશે સાયંટિસ્ટ ડો. બીકે મિશ્રાએ કહ્યુ ખરેખર આ હેરાન કરનારી ઘટના છે. 
- આમ તો આ મૈગ્નેટિક ફીલ્ડ ઈફેક્ટ પણ હોઈ શકે છે. ડ્રિલીંગથી એ પણ જાણ થાય છે કે જમીનની અંદર શુ થઈ રહ્યુ છે.  
- બીજી બાજુ જૂલૉજી વિભાગના પ્રમુખ ડો. ડીએન સાધુએ જણાવ્યુ કે જોવાનુ રહેશે કે જે ચટ્ટાનની ઉપરથી પાટા પસાર થઈ રહ્યા છે તે કયા સ્ટોનના છે. 
 
શુ કહે છે રેલવે એંજીનિયર 
 
- રેલવે એંજિનિયર એક કે પાઠકે જણાવ્યુ કે ટેંપરેચર ઓબ્ઝર્વ કરવા માટે લાઈનમાં વચ્ચે વચ્ચે એસએજે (સ્વીચ એક્સપેંશન જ્વોઈંટ) લગાવવામાં આવે છે. 
- જેને કે હજારીબાગ-કોડરમા રૂટ પર ત્રણ સ્થાન પર લગાવવામાં આવ્યા છે. 
- બની શકે કે જ્યા આવુ થઈ રહ્યુ છે ત્યા હાલ એસએજે સિસ્ટમ ન લગાવવામાં આવી હોય.