મૂલાંક મુજબ 2010માં કેવુ ફળ મળશે
ભારતી પંડિત
વર્ષ 2010ના અંકોનો યોગ કરવામાં આવે તો તે થશે 2+0+1+0 = 3 અર્થાત 2010 વાસ્તવમાં મૂલાંક 3નુ વર્ષ છે. તેથી આ મૂલાંકવાળા અન્ય મૂલાંકવાળા વ્યક્તિઓ માટે વર્ષ વિવિધ પ્રભાવોની સાથે આવશે. મૂલાંક 1 - મહત્વાકાંક્ષાઓ પર નિયંત્રણ રાખો. મોટી-મોટી વાતોથી બચો. રાજ્યપક્ષથી સાવધ રહો. નિર્ણય ગુરૂની મદદ લો. કોઈ શુભ સમાચાર મળશે. મૂલાંક 2 - વર્ષની શરૂઆતમાં દુવિદ્યાઓ રહી શકે છે. આત્મબળમાં કમી ન આવવા દો. લગન અને મહેનત કરવી જરૂરી છે. સંબંધોના વિશેષ સાજ-સંભાળની જરૂર છે. મૂલાંક 3 - સારો અને ઉપલબ્ધિકારક સમય રહેશે. રાજ્ય પક્ષ અને સમાજ તરફથી લાભ મળશે. અહંકાર પર નિયંત્રણ રાખો. વડીલોના આશીર્વાદ લો. મૂલાંક 4 - સારો-ખરાબ સમય આવતો જતો રહેશે. કોઈ પણ રિસ્ક લેવથી બચો. સામાન્ય દિનચર્યા અપનવો. વિવાદોમાં ન પડો. નવુ રોકાણ કરશો નહી. મૂલાંક 5 - માનસિક તનાવ અને દુવિદ્યાઓ જન્મ લેશે. માનસિક સ્થિરતા બનાવી રાખવી પડશે.સારુ સાહિત્ય વાંચવા અને સારી સંગતમાં ઉઠવા-બેસવાથી લાભ થશે. ફોઈ-મામાને ભેટ અવશ્ય આપો. મૂલાંક 6 - સારો સમય છે. સુખ સુવિદ્યાઓ વધશે, વિલાસની, શ્રૃંગારની સામગ્રી પર ખર્ચ થશે. પદ-પ્રતિષ્ઠા વધશે, ભાગ્ય સાથ આપશે. મૂલાંક 7 - યાત્રા, ભ્રમણની તક મળશે, કલાકારોને સફળતા મળશે. સમાજસેવાના કાર્યોમાં પણ લાભ મળશે, ઘનાર્જનનો યોગ છે. મૂલાંક 8 - સ્વભવની દ્રઢતા અને હઠઘર્મિતાને છોડી થોડુ પરિવર્તન અપનાવવુ પડશે. પરિસ્થિતિઓ મુજબ પોતાને ઢાળીને પ્રતિકૂળતાને ઓછી કરી શકશો. સમાજ સેવા, અધ્યાત્મમાં રૂચિ વધશે. મૂલાંક 9 - આત્મબળ વધુ રહેશે. નવા કાર્ય કરવાની તક મળશે. યશ પ્રાપ્તિ થશે. ભાઈઓ-ભાગીદારો સાથે સંબંધ વધુ ગાઢ બનશે. રાજ્યપક્ષથી પણ લાભ થશે. પ્રતિકૂળતાનો અનુભવ થાય તો ગાય અને ગુરૂની સેવા, અન્નદાન, મંદિરમાં જવુ, અધ્યયન સામગ્રી દાન કરવી અને કેળાની પૂજા કરવાથી લાભ થશે.