વિવિધ કાર્યોમાં સફળતા મેળવવા માટે
દરેક વ્યક્તિ ઘરની આંતરિક કે બાહ્ય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે. જેમ કે કોઈ નવુ કાર્ય શરૂ કરવુ, વેપાર કે વ્યવસાય ગૃહક્લેશ, ગુસ્સો આવવો બધા જ વિધ્ન કે અંતરાયો કહી શકાય. તેને દૂર કરવામાં આવે તો જ તમને ધારી સફળતા મળી શકે છે. તમારે પણ તમારા કામમાં સફળતા મેળવવી હોય તો નીચે જણાવેલ ઉપાયો અજમાવી જુઓ. તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે - કોઈ ધાર્યુ કામ થતુ ન હોય તો પીળા કપડાંને ધ્વજના આકારમાં બનાવી અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિર પર ચઢાવવાથી કાર્યમાં સફળતા મળે છે. પ્રમોશન મેળવવા માટે - શુક્લ પક્ષના સોમવારે સિધ્ધિયોગમા ત્રણ ગોમતી ચક્ર એક ચાંદીના તારમાં પરોવીને હંમેશા પોતાની પાસે જ રાખવા. કોર્ટમાં કેસ જીતવા - પાંચ ગોમતી ચક્ર ખિસ્સામાં મુકીને કોર્ટમાં જવાથી કેસનો ચુકાદો તમારા તરફેણમાં આવશે. વ્યવસાયમાં લાભ મેળવવા - જો તમારો વ્યવસાય સારી રીતે ચાલતો ન હોય અથવા ગ્રાહક ઓછા આવતા હોય કે પછી તમારો વ્યવસાય કોઈના દ્વારા બાંધી દેવામાં આવ્યો હોય તો દુકાનના પૂજા સ્થળ પર કે વ્યવસાયના પૂજા સ્થાન પર સુદ પક્ષના શુક્રવારે અમૃતસિદ્ધ દાનદા યંત્ર રાખવુ પછી નિયમિત રૂપે અગરબત્તી ધૂપ કરીને તેના રોજ દર્શન કરવા આવુ કરવાથી તમને ધંધામાં ફાયદો થશે. એકચિત્તે ભણવા માટે - સુદ પક્ષના રવિવારે આમલીના બવીસ પાન લઈ આવવા અને તેમાંથી અગિયાર પાન સૂર્ય દેવને "ૐ સૂર્યાય નમ:' બોલતા સૂર્ય દેવને ચઢાવવા, બાકીના અગિયાર પાન પોતાના પુસ્તકમાં મુકીને 'ૐ હી&ં શ્રી કર્લી સરસ્વતૈ નમ: ' મંત્રનુ ઉચ્ચારણ કરવાથી અભ્યાસમાં રુચિ વધશે. પરિક્ષામાં સફળતા મેળવવા માટે - પરીક્ષામાં સફળતા મેળવવા માટે ગણેશ રુદ્રાક્ષને ધારણ કરવો અને બુધવારે ગણપતિ મંદિરમાં જઈને તેમને મગના લાડુનો નૈવૈધ અર્પણ કરી ગણપતિ બાપાને પ્રાર્થના કરવી.