રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated :પટના. , બુધવાર, 2 માર્ચ 2016 (17:46 IST)

9 માર્ચના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો કંઈ રાશિ પર શુ પ્રભાવ પડશે

આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 9 માર્ચના રોજ લાગશે. આ બિહાર સહિત ભારતના અનેક રાજ્યોમાં જોવા મળશે. પટનામાં આ ખગ્રાસ સૂર્યગ્રહણ 9 માર્ચની સવારે 5.42 વાગ્યાથી 6.48 વાગ્યા સુધી દેખાશે. જ્યોતિષાચાર્યો મુજબ ગ્રહણની આ ખગોળીય ઘટના કુંભ રાશિ અને પૂર્વા ભાદ્રપદમાં થશે. તેથી ગ્રહણ દરમિયાન કુંભ રાશિના જાતકોને વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. 
 
અન્ય રાશિયો પર પણ સૂર્યગ્રહણની સકારાત્મક અને નકારાત્મક અસર થશે. લગભગ દોઢ કલાક સુધી અસર દેખાશે. જ્યોતિષાચાર્ય ડો. રાજનાથ ઝા મુજબ ગ્રહણની અવધિ લગભગ દોઢ કલાક રહેશે. શાસ્ત્રગત માન્યતાના આધાર પર ગ્રહણનું સૂતક 12 કલાક પહેલા મતલબ 8 માર્ચ સાંજે 5.15 વાગ્યે લાગી જશે.  જ્યારે પણ ગ્રહણ લાગે છે તો મૂર્તિનો સ્પર્શ વર્જિત હોય છે. તેથી મંદિરોના પટ ગ્રહણના સમય દરમિયાન બંધ રહેશે. સવારે ગ્રહણની સમાપ્તિ પછી ભગવાનનું સ્નાન અભિષેક કરી પૂજાપાઠનો કાર્યકમ રહેશે. 
 
ભારત ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયામાં પણ દેખાશે. જ્યોતિષાચાર્ય મુજબ આ ગ્રહણ દક્ષિણ પૂર્વ એશિયામાં થાઈલેંડ ઈંડોનેશિયા દક્ષિણ કોરિયા જાપાન ઓસ્ટ્રેલિયા ઉત્તર પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે.  ગ્રહણ કાળમાં કરેલ જપ અને મંત્ર સિદ્ધ થઈ જાય છે. 
 
ગ્રહણની વૈજ્ઞાનિક માન્યતા - વૈજ્ઞાનિક માન્યતાના આધાર પર સૂર્યગ્રહણના સમયમાં પૃથ્વીની ઉત્તરી અને દક્ષિણી ધ્રુવ પ્રભાવિત થાય છે તેથી આ સમય ઋણાત્મક માનવામાં આવે છે.  આ સમયમાં સૂર્યદેવથી નકારાત્મક કિરણો ઉત્સર્જિત થાય છે.  તેથી પણ ગ્રહણની અવધિમાં પ્રતિકૂળ કિરણોથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. 
 
આગળ જાણો કંઈ રાશિના લોકોએ શુ સાવધાની રાખવી 

મેષ - સંતાન પક્ષ પ્રત્યે સાવધાની રાખો 
વૃષભ - શત્રુઓથી સાવધ રહેવાની જરૂર 
મિથુન - સંપત્તિ સંબંધિત લાભ થવાની શક્યતા 
કર્ક - અચાનક લાભ થવાની શક્યતા 
સિંહ - વિવાહ, પ્રેમ અને દામ્પત્ય જીવનમાં સાવધાની રાખો 
કન્યા - ગ્રહણથી લાભ થવાની શક્યતા 
તુલા - પારિવારિક વિવાદથી બચવાની જરૂર 
વૃશ્ચિક - સર્વિસ વેપાર અને કેરિયરમાં લાભની શક્યતા 
ધન - નિર્ણય સંબંધી સાવધાની રાખો 
મકર - બધા ક્ષેત્રોમાં સાવધાની રાખવાની જરૂર 
કુંભ - વિશેષ સાવધાનીની જરૂર 
મીન - જીવનસાથી અથવા પ્રેમ સંબંધિત સતર્કતા રાખો