શનિવાર, 27 ડિસેમ્બર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Modified: ગુરુવાર, 17 માર્ચ 2016 (14:25 IST)

જ્યોતિષ 2016 હોળી-ધુળેટી - ક્યારે ઉજવશો હોળી, 22 કે 23 માર્ચના રોજ ?

હોળી
હિન્દુ ધર્મ જીવિત અને પુરૂષાર્થી જાતિનો ધર્મ છે. તેનો દરેક તહેવાર જાગૃતતા અને ક્રિયાશીલતાનો સંદેશ આપે છે. રંગોનો તહેવાર હોળી ભારતનો બીજો મુખ્ય તહેવાર છે. જે મોટાભાગના સ્થાનો પર બે દિવસ ઉજવાય છે. હોળીના પહેલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. મતલબ હોળીને પ્રગટાવવામાં આવે છે જેને હોળી કે નાની હોળી કહે છે. બીજા દિવસે રંગવાળી હોળી ઉજવાય છે જેને ધુળેટીના નામથી ઓળખવામાં આવે છે. 
 
હોળીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવે તમે આ ગૂંચવણમાં છો તો જાણો જ્યોતિષના મત. હોળિકા દહન પ્રદોષ વ્યાપિની પૂર્ણિમાના રોજ ભદ્રારહિત કાળમાં કરવાનુ વિધાન છે. 2016માં પૂર્ણિમા પ્રદોષ વ્યાપિનીની સાથે 22 માર્ચના રોજ બપોરે 3 વાગીને 13 મિનિટના રોજ શરૂ થઈ જશે. મોટાભાગના વિદ્વાનોનુ માનવુ છે કે હોળિકા દહન 22 માર્ચના રોજ કરી લેવામાં આવે અને 23 માર્ચના રોજ ધુળેટી મનાવવામાં આવે. 
 
અન્ય જ્યોતિષાચાર્યોનુ માનવુ છે કે ધર્મસિંધુ, બ્રહ્મવૈવર્તપુરાણ મુજબ 22 માર્ચના રોજ પૂર્ણિમા તિથિ પડી રહી છે તેમા ભદ્રા પણ વ્યપ્ત છે. 23 માર્ચના રોજ આવનારી પૂર્ણિમા પ્રદોષ વ્યાપિની ન થઈને 3 વાગીને 15 મિનિટ પર સમાત્પ થઈ જશે. આ ત્રણ પ્રહરથી વધુ સમય સુધી રહેશે તેથે શાસ્ત્રો મુજબ આ દિવસે હોળિકા દહન કરવુ શુભ રહેશે. 
 
બ્રહ્મવૈવર્ત પુરાણા મુજબ દિવસના સમયે હોળિકા દહન કરવુ નિષિદ્ધ માનવામાં આવ્યુ છે. 23 માર્ચના રોજ વૃદ્ધિગામિની પ્રતિપ્રદામાં સંધ્યાકાળના સમયે 4 વાગીને 55 મિનિટથી લઈને 5 વાગીને 31 મિનિટ સુધી હોળિકા દહન કરવાનો સમય શાસ્ત્રો મુજબ અનુકૂળ માનવામાં આવે છે.