ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (18:00 IST)

15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે.. જાણો 12 રાશિઓ પર શુ થશે અસર

આ વખતે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી શુક્રવારે આવશે. જ્યોતિષ મુજબ 15 જાન્યુઆરીના રોજ સવારે 7.42 વાગ્યે  સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી સંક્રાંતિના નિમિત્તે દાન, પુણ્ય વગેરે આ દિવસે કરવુ શ્રેષ્ઠ રહેશે. 14  જાન્યુઆરીના રોજ સૂર્ય ધનુ રાશિમાં જ રહેશે. તેથી આ દિવસે સ્નાન, દાન વગેરે કરવાનુ કોઈ મહત્વ નહી રહે. મકર  સંક્રાંતિ સાથે જોડૅઅયેલ અન્ય વાતો અને રાશિફળ વિશે જાણવા આગળ ક્લિક કરો 
 
મકર સંક્રાંતિ પર બનશે આ યોગ 
 
મકર સંક્રાંતિથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે. એવુ કહેવાય છે કે આ વખતે સંક્રાતિ અર્કી છે. મકર સંક્રાંતિ  ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં શરૂ થશે. જે પશુઓ માટે સુખદાયી રહેશે. પાખંડ કરનારાઓનો નાશ કરશે અને વેપાર માટે  ફળદાયી રહેશે.  સૂર્ય મકર રાશિમાં અને નવાંશમાં પણ મકરમાં રહેશે. સાથે જ મંગળ પણ ઉચ્ચ થઈને નવાંશમાં  મકરનો રહેશે.  આ યોગથી આખુ વર્ષ સારુ રહેશે. વર્ષ જોરદાર રહેશે અને ખેતીમાં લાભ થશે. 
 
મેષ - મકર સંક્રાંતિ થોડી ચિંતાજનક છે. અજ્ઞાત ભય રહેશે. જોખમ ભર્યા કાર્યોને ટાળવાનો પ્રયાસ કરો. પરિવારમાં  ખુશીભરેલુ વાતાવરણ રહેશે. આ દિવસે તમારે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા શ્રેષ્ઠ રહેશે અને મચ્છરદાની તેમજ  તલનુ દાન કરવુ યોગ્ય રહેશે.  
શુભ રંગ - લાલ 
શુભ અંક - 8 
 
વૃષભ - મકર સંક્રાંતિ તમારે માટે ખુશીઓને વધારનારુ રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ લાભ થશે. દરેક ક્ષેત્રમાં  સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં પ્રોગ્રેસ થશે. આ દિવસે સફેદ રંગના કપડા પહેરો અને ઉની કપડા તેમજ તલનુ દાન  કરો. 
શુભ રંગ - સફેદ 
શુભ અંક - 7  
 
મિથુન - શનિ-રવિથી યુક્ત મકર સંક્રાંતિ તમને થોડી પરેશાન કરી શકે છે. વધુ ચિંતાની જરૂર નથી. આ માત્ર થોડાક  કલાક માટે જ રહેશે. સાંજ સુધી પ્રસન્નતા મેળવશો. આ દિવસે લીલા રંગના કપડા પહેરવા શ્રેષ્ઠ રહેશે. તલ અને  મચ્છરદાની દાન કરો. 
શુભ રંગ - લીલો 
શુભ અંક - 6. 

કર્ક 
મકર સંક્રાંતિ દ્વારા તમને વેપારમાં લાભ અને પરિવારમાં ખુશીયો મળશે. અત્યાર સુધી થયેલ નુકશાનની ભરપાઈ  થશે. અટકેલુ ધન પ્રાપ્ત થશે. સમસ્યાઓનુ સમાધાન થશે. આ દિવસે તમારે સફેદ રંગના કપડા પહેરવા જોઈએ.  તલ સાબુદાણા અને ઉનનુ દાન કરો 
શુભ રંગ - સફેદ 
શુભ અંક - 4  
 
સિંહ - મકર સંક્રાંતિ પર તમને સંતોષ અને સુખનો અહેસાસ થશે. નવા કામ કરવાની તક મળશે. માન-સન્માન અને પ્રસિદ્ધિ વધશે. નવા સંપર્ક બનશે. આ દિવસે તમે કેસરિયા કપડા પહેરશો તો શુભ રહેશે. તલ, ધાબળો મચ્છરદાની પોતની ક્ષમતામુજબ દાન કરો. 
શુભ રંગ - કેસરી 
શુભ અંક - 5 
 
કન્યા - આ તહેવાર તમારે માટે વિશેષ ખુશીઓ લઈને આવી રહ્યો છે. વેપાર અને વ્યવસાયમાં લાભ થશે. પરિવારમાં આવી રહેલ દબાણ પુરો થશે. સન્માનિત લોકોને મળવાનુ થશે. આ દિવસે તમારે માટે લીલા રંગના કપડા પહેરવાસ હુભ રશેહે. તલ  ધાબળો, અડદની દાળનુ દાન કરો 
 
શુભ રંગ - લીલો 
અંક - 3 

તુલા - મકર સંક્રાંતિ તમારે સાવધ રહીને ઉજવવાની છે. કોઈ અજાણ્યાની વાતો પર વિશ્વાસ ન કરો. રોકાણ વગેરેથી બચવાનો પ્રયાસ કરો. સંતાન પર ધ્યાન આપો. આ દિવસે સફેદ કપડા પહેરો. તેલ રૂ, રાઈ, મચ્છરદનીનુ દાન કરો. 
શુભ રંગ - સફેદ 
શુભ અંક - 2 
 
વૃશ્ચિક - મકર સંક્રાંતિ પર લાભ અને ખુશીના સમાચાર મળી શકે છે. વેપાર-વ્યવસાયમાં લાભ થશે. સંબંધીઓ અને સહયોતી તરફથી મદદ મળશે. આ દિવસે તમારે લાલ કપડાં પહેરવા શુભ રહેશે. ધાબળો, ઉની વસ્ત્રો બ્રાહ્મણ કે કોઈ ગરીબને દાન કરો.
શુભ રંગ લાલ ,
અંક-1   
 
ધનુ 
મકર સંક્રાતિના પર્વ તમારા માટે મહ્ત્વપૂર્ણ છે . તમારી સાધનાઓને સફળતા મળશે . ઘણા દિવસોથી જે કામ ઈચ્છતા હતા એ પૂરો થશે. આયાત-નિર્યાત વાળાને લાભ થશે . આ દિવસે પીલા કે કેસરી રંગના કપડા પહેરવા તમારા માટે શુભ રહેશે. તલ કે ચણાની દાળના દાન કરો.
શુભ રંગ કેસરી ,
અંક-12 
 
મકર 
મકર સંક્રાતિના પર્વ તમે આર્થિક રીતે ઉજવશો. ધાર્મિક કાર્યોમાં સમ્મલિત થશે. વ્યાપારમાં બઢતી થશે. શુભ સમાચારોની પ્રાપ્તિ થશે . સંતાન માટે વિચારેલા કામ પૂરા થશે. આ દિવસે તમે નીલા કે વાદળી રંગના કપડા પહેરો. તેલ , તલ , ધાબડો , પુસ્તકના દાન કરો.
શુભ રંગ નીલા ,
અંક- 11 
 
કુંભ   
મકર સંક્રાતિના પર્વ સાવધાન રહેવાના સંકેત કરે છે. અજાણ પન વિશ્વાસ ન કરો. જોખમ ભરેલા કાર્યો ટાળવાના પ્રયાસ કરો. આ દિવસે તમે નીલા કે કાળા કપડા પહેરો . તલ , સાબુ, કપડા, કાંસકો,  અનાજ ના દાન કરો .
શુભ રંગ -કાળા ,
અંક- 9 
 
મીન - મકર સંક્રાતિ પર્વ તમારા કાર્યોને સમ્માન આપવશે. નવા લોકો થી સંપર્ક થશે. કાર્યક્ષેત્રના વિકાસ થશે. આ દિવસે તમને પીળા કે ગુલાબી કપડા પહેરવા જોઈ. તલ , ચણા , સાબૂદાણા , ધાબડા ,મચ્છરદાનીના  દાન કરો.
શુભ રંગ -ગુલાબી ,
અંક- 9