સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : બુધવાર, 3 જાન્યુઆરી 2018 (10:57 IST)

બાળકોનું નામકરણ કરતા પહેલા આટલુ જરૂર જાણો

વિલિયમ્સ સેક્સપિયરે કહ્યુ હત કે નામમાં શુ રાખ્યુ છે ? પણ બધુ જ નામમાં જ છે. આનુ ઘણુ મહત્વ છે. આપણું નામ મુકવુ એ આપણા હાથમાં નથી હોતુ. તેથી આપણા બાળકનું નામ શુ હોવુ જોઈએ તે અંગે વિચારવુ જોઈએ. નામ પરથી જ બાળકનું ભવિષ્ય નક્કી થાય છે. સારુ નામ બાળકની પ્રગતિ માટે સારુ હોય છે. તેના કારણે નામ મુકો ત્યારે કેટલીક કાળજી રાખવી જોઈએ. 



નામ રાશિ મુજબ રાખવુ છે કે નહી તે નક્કી કરી જો રાશિ મુજબ રાખવુ તો જન્મ સમય પ્રમાણે રાશિ ચોક્ક્સ કરો. 

બહુ લાંબા કરતા ટૂંકૂ નામ પસંદ કરો વધુમાં વધુ ચાર અક્ષરવાળુ પસંદ કરવુ. 

નામ જો અર્થપૂર્ણ હોય તો વધુ સારુ. 

પસંદગીના નામને પિતાના નામ તથા સરનેમ સાથે લખીને જોઈ લેવુ તથા ટૂકમાં(initials) લખતી વખતે પણ સારુ લાગવુ જરુરી છે. 

મોર્ડન નામ કે અંગ્રેજી નામ પસંદ કરતા પહેલા તેના અર્થ અને શક્ય અપભ્રંશ વિશે વિચારી લેવુ. 

અન્ય ભાષાના નામો પસંદ કરતી વખતે ઉચ્ચારણ અને સ્પેલીંગ જોઈ લેવા. 

બાળકનું નામ રાશી પરથી મુકવાની પ્રથા આજે પણ છે. તે માટે એક અક્ષર કાઢવામાં આવે છે. એ અક્ષર પરથી નામ મુકાય છે. બાળકનું નામ મુકતી વખતે કાળજી રાખવી જરૂરી છે. માતાપિતાએ નામ મુકતા પહેલા તેના અનેક વિકલ્પો લખીને મુકવા જોઈએ, તેમાંથી ન ગમતા નામ કાઢી નાખવા જોઈએ. બાળકના નામનો મતલબ શુ છે તે પણ જાણી લેવો જોઈએ. 

બાળકનુ નામ મુકતા પહેલા તેનો રાશી ચાર્ટ, લગ્ન રાશિમુજબ, જન્મ તિથિ મુજબ, ભાગ્યાંકમુજબ, અંકશાસ્ત્રમુજબનું નામ મુકવુ. આ એ વ્યક્તિ માટે કાયમ સારુ ગણાય છે. એક સારુ નામ, એ બાળકનું સારુ શિક્ષણ, શારીરિક વિકાસ, અને આગળ જતા સારા સ્વાસ્થ્યવર્ઘક ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય છે. તેના કારણે નામ મુકતી વખતે સાવધાની રાખવી જોઈએ. 

નામના અક્ષર બાબતે, વ્યાકરણ અને સ્પેલિંગ બાબતે સતર્ક રહેવુ જોઈએ. ભૂલચુકવાળા નામને કારણે તમારા આયુષ્યમાં સંકટ આવી શકે છે. બાળકનુ નામ મુકતી વખતે વધુ કાળજી લેવી જરૂરી છે. માતાપિતાનુ નામ લગાડવુ કે ન લગાડવુ એ પણ નિર્ણાયક સાબિત થાય છે. ઘણી વખતે પૂરતી માહિતી ન હોવાથી માતા-પિતા અજાણતા ખોટુ નામ મુકી દે છે તો તેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે. તેથી નામ લેતી વખતે ધ્યાન રાખવુ જોઈએ નહી તો નામ મુકાશે. 

અંગ્રેજી તારીખ અને ક્રમાંક જે વિશ્વમાં વપરાય છે, તેમાં ઉર્જા અને લહેર હોય છે, જ્યારે તે સારુ નથી હોતુ ત્યારે તેમા ચોક્કસ ઉલટા પરિણામ થાય છે. આ જ વાત ઘરનો નંબર, મોબાઈલ નંબર, ગાડીનો નંબર, બેંક એકાઉંટ્સ એમા પણ લાગૂ પડે છે. તેથી આંકડા કે અંક પણ ગુડલક અને તમારી રાશિને માફક આવે છે કે નહી તે ધ્યાનમાં રાખવુ.