બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (11:00 IST)

જીવનરેખા - લાંબી અને ઘટ્ટ છે આ રેખા તો આયુ લાંબુ રહેશે, જાણો શુ કહે છે તમારી લાઈફલાઈન

હાથમાં જીવનરેખાનુ ખૂબ મહત્વ છે. આ રેખા વ્યક્તિના જીવનનો અરીસો હોય છે. વ્યક્તિની વય કેટલી હશે તેનુ જીવન કેવી રીતે વ્યતીત થશે આ બધુ જીવનરેખા દ્વારા જાણી શકાય છે. જીવનરેખા પર મળનારા ચિહ્ન, રેખાની બનાવટ અને સ્થિતિ વ્યક્તિના જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જાણો શુ કહે છે વ્યક્તિની જીવન રેખા 
 
 
- લાંબી અને ઊંડી/ઘટ્ટ જીવનરેખાનો મતલબ છે જાતક દીર્ઘાયુ રહેશે. 
- જો જીવન રેખા ખૂબ વધુ છિન્ન-ભિન્ન છે તો આ કોઈ દુર્ઘટના કે અચાનક બીમાર થવાના સંકેત છે. 
- જો તમારી રેખા ઘટ્ટ લાલ રંગની છે તો આવા વ્યક્તિ વધુ ગુસ્સાવાળા હશે અને જો તેમનો મંગળ પર્વત ઉન્નત હોય તો આવા વ્યક્તિ ગુસ્સામાં કોઈની હત્યા પણ કરી શકે છે. 
- જીવનરેખાથી કાઢીને  કોઈ શાખા બુધ પર્વતની તરફ જાય તો એવી વ્યક્તિ વેપારી હોય છે અને વેપારના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. 
- જો તમારી જીવન રેખા એકદમ પાતળી છે તો આ તમારા ખરાબ સ્વાસ્થ્ય અને અચાનક દુર્ઘટના તરફ ઈશારો કરે છે. 
- નાની જીવનરેખાનો મતલબ છે ઓછી આયુ, પણ જો જીવનરેખા નાની છે અને ભાગ્ય અને હ્રદય રેખા મજબૂત છે તો પછી તમારી આયુ ઓછી નહી થાય. 
- જીવનરેખા પર જેટલીવાર ક્રોસ થશે એ જાતકને જીવનમાં એટલી જ વાર શારીરિક પરેશાનીમાંથી પસાર થવુ પડી શકે છે. 
- જો જીવનરેખાને ઝીણી ઝીણી રેખાઓ કાપે છે તો એ જાતકને જરૂર પારિવારિક જીવનમાં કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. 
- જો લાઈફ લાઈન પર બિન્દુ હોય કે કાપેલી રેખા પણ હોય તો એ જાતકની મૃત્યુ હાર્ટૅએટેકથી થઈ શકે છે. 
- જીવનરેખા પર ગોળ સર્કલ, તારાના નિશાન, કાળા તલ વગેરેના નિશાન હોય તો આ સારુ નથી. આવુ નિશાન કોઈ દુર્ઘટનાનો સંકેત છે.