શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (00:45 IST)

પાતળા અને કડક હાથવાળા વ્યક્તિ રહે છે ચિંતિત, જાણો હથેળી મુજબ સ્વભાવ અને ભવિષ્ય

જ્યોતિષ ઉપરાંત આપણા શાસ્રોમાં પણ વ્યક્તિની શારીરિક બનાવટને લઈને અનેક એવી વાતો બતાવાય છે જેનાથી એ વ્યક્તિનો માત્ર સ્વભાવ જ નહી પણ ભવિષ્ય વિશે પણ જાણી શકાય છે. ભવિષ્ય પુરાણ મુજબ હથેળીની બનાવટ, આકાર અને રેખાઓના આધાર પર ભવિષ્યવાણી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સાથે હાથ મેળવતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખવામાં આવે તો આપણે તેના વિશે અનેક વાતો જાણી શકીએ છીએ.  જ્યોતિષ મુજબ જાણો હાથ મેળવતી વખતે બીજાની ખાસ વાતો.. 
 
આ રીતે જાણો સ્વભાવ અને ભવિષ્ય 
 
- જોઈ કોઈ વ્યક્તિની હથેળી પાતળી, કઠોર અને સુખી છે તો એ વ્યક્તિ ચિંતામાં રહેનારો, મોટાભાગે ગભરાયેલો રહે છે.  આવા લોકો કોઈપણ કાર્યને ઠીક રીતે કરવામાં અક્ષમ હોય છે. 
- આ રીતે જાણી શકો છો સ્વભાવ અને ભવિષ્ય 
- જો કોઈ વ્યક્તિની હથેળી પાતળી, કઠોર અને સુખી છે તો તે વ્યક્તિ ચિંતિત રહેનારો મોટાભાગે ગભરાયેલો રહે છે.  આવા લોકો કોઈપણ કાર્યને ઠીક રીતે કરવામાં અક્ષમ હોય છે. 
- જે લોકોની હથેળી જાડી, ભારે અને કોમળ છે તે જીવનમાં બધી સુખ સુવિદ્યાઓ પ્રાપ્ત કરે છે. તેમની પાસે એશ અને આરામની બધી વસ્તુઓ રહે છે. 
- જે લોકોની હથેળી પાતળી હોય, કોમળ હોય તે લોકો થોડા આળસી અને આરામપસંદ હોય છે એવા લોકો આળસના કારણે અનેક વાર નુકશાનનો સામનો પણ કરે છે. 
- કઠોર હાથવાળા લોકો મહેનતી હોય છે. હથેળી અને આંગળીઓ સમાન સરેરાશમાં છે તો એ વ્યક્તિ સ્થિર મનવાળો હોય છે. આ લોકો મહેનતી હોય છે અને કોઈપણ વાતને જલ્દી સમજી લે છે. 
- જો હથેળીમાં ખાડો હોય તો વ્યક્તિને ભાગ્યહીન સમજવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીમા ખાડો પડવો શુભ નથી હોતો. આવા લોકો પરેશાન રહે છે. 
- જે લોકો ખૂબ સમજી વિચારીને કામ કરે છે સામાન્ય રીતે તેમનો હાથ મોટો હોય છે. આવી હથેળીવાળા લોકો કોઈપણ કામને ખૂબ સારી રીતે કરે છે અને તેમને સફળતા મળે છે. 
- જો કોઈ વ્યક્તિની હથેળી લચીલી છે તો એવા લોકો કોઈપણ પરિસ્થિતિમાં સહેલાઈથી ખુદને સેટ કરી લે છે.  આ લોકો બીજાની વાતોને સહેલાઈથી સમજી શકે છે.  જે લોકોનો અંગૂઠો કઠોર હોય છે તે બીજાની વાત સાથે સહેલાઈથી સહમત થતા નથી. આવા અંગૂઠાવાળા લોકો હંમેશા સતર્ક  રહેનારા હોય છે.