રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના ભાષણથી બજેટ સત્ર શરૂ

નવી દિલ્લી| ભાષા|

PTI
સંસદનુ બજેત્ર સત્ર શરૂ થઈ ગયુ છે. બજેટ સત્રના પહેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટેલનુ ભાષણ થયુ. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કહ્યુ છે કે નક્સલવાદ વર્તમાન સમયમાં દેશ સામે સૌથી મોટી સમસ્યા છે.

બજેટ સત્રના પહેલા દિવસે સંસદના બંને સદનોના સંયુક્ત અધિવેશનને સંબોધિત કરતા સોમવારે રાષ્ટ્રપતિએ કહ્યુ કે દેશમાં નક્સલી હિંસા સૌથી મોટી સમસ્યા બની ચૂકી છે. તેમને નક્સલવાદીઓને હિંસાના રસ્તાનો ત્યાગ કરવા કહ્યુ છે.
તેમણે પુના બ્લાસ્ટની નિંદા કરી. નક્સલી હુમલા પર ચિંતા બતાવી. સાથે જ સામાજિક સુરક્ષા પર જોર આપવાની વાત કરી. ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર જોર આપવાની વાત કરી. 2012માં નવ ટકા વિકાસ દરનુ લક્ષ્ય મેળવવાની વાત કરી.
તેમણે વધુમાં કહ્યુ કે - દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવી જોઈએ. આતંકવાદને સહન નહી કરી શકાય, કેન્દીય બળોએ મજબૂત થવુ જોઈએ. સશસ્ત્ર બળના આધુનિકીકરણ પર જોર આપવામાં આવશે. દેશના વિકાસ માટે વૈજ્ઞાનિકોને વધામણીના પાત્ર બતાવ્યા. બધી મંદીનો સામનો કરવા સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં વિશે પણ જણાવ્યુ. રબીના પાક માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.


આ પણ વાંચો :