શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. કેન્સર
Written By
Last Updated : સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (10:23 IST)

કેન્સરની સર્જરી હવે રોબોટીક સર્જરી જેવા વધુ ક્રાંતિકારી અભિગમ તરફ આગળ વધી

અમદાવાદ, કેન્સર કેર ક્ષેત્રે સ્પેશ્યાલિસ્ટ તરીકે જાણીતી એચસીજીએ આજે તબીબી સમુદાય માટે એક નવતર પ્રકારનો અનુભવ પૂરો પાડ્યો હતો. જેનો ઉદ્દેશ ડોક્ટરોને રોબોટિક્સ ટેકનોલોજીની બારીકીઓ બહેતર રીતે સમજાવવાનો હતો.

એચસીજીની ટીમ દ્વારા તેમના સેન્ટરમાં રોવીંગ રોબોટની મુલાકાત લઈ દા વિન્સી સર્જીકલ સિસ્ટમ (da Vinci Surgical System Si) ની સરળતાનો અનુભવ કરવા માટે નિષ્ણાતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સિસ્ટમ ડ્યુઅલ કોન્સોલ કેપેબિલીટી કે જે મિનિમલી ઈનવેઝીવ સર્જરીમાં ટ્રેનિંગ અને સહયોગ ના  હેતુને સહકાર આપે છે. અને સુપિરિયર ક્લિનિકલ ક્ષમતા માટે હાઈ-ડેફિનેશન, થ્રીડી વિઝન પૂરૂ પાડે છે. આ ટેકનોલોજીકલી સાઉન્ડ સર્જીકલ સિસ્ટમ અતિ આધુનિક 10 ગણું મેગ્નીફિકેશન ધરાવતું 3D HD વિઝ્યુઆલાઈઝેશન અને ઓપરેટીવ ફિલ્ડ માટે ઈમર્સીવ વ્યૂ તથા માનવ હાથ કરતાં વધુ બહેતર રીતે વિવિધ દિશાઓમાં કામ કરી શકે છે. તે નેચરલ આઈ અને હેન્ડ ઈન્સ્ટ્રુમેન્ટના એલાઈનમેન્ટ દ્વારા ઓપન સર્જરીનો અનુભવ પૂરો પાડે છે. આમ છતાં એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદ da Vinci Surgical System Xiનું એડવાન્સ વર્ઝન ધરાવે છે, જેના દ્વારા નિષ્ણાતોની અનુભવી ટીમે 300 થી વધુ રોબોટીક સર્જરીઝ પાર પાડી છે.


આ પ્રસંગે વાત કરતાં એચસીજી કેન્સર સેન્ટર, અમદાવાદના ડિરેક્ટર અને જીઆઈ ઓન્કો સર્જરી નિષ્ણાત ડો. જગદીશ કોઠારી જણાવે છે કે "વિતેલા વર્ષોમાં કેન્સરના સર્જન દ્વારા કઈ રીતે સારવાર  કરવી તે અંગે અનેક ઈનોવેશન થયા છે. સર્જરી હવે રોબોટીક સર્જરી જેવા વધુ ક્રાંતિકારી અભિગમ તરફ આગળ વધી રહી છે, જે દર્દીને સંખ્યાબંધ લાભ પૂરા પાડે છે, જેમાં હોસ્પિટલમાં ઓછુ રોકાણ, ઓપેરશન પછીની ઓછી જટિલતા, ઓછામાં ઓછા કાપા અને ઝડપી રિકવરીનો સમાવેશ થાય છે. આ  પ્રોગ્રામનો ઉદ્દેશ્ય નવા પ્રવાહોનો લાભ આપીને અદ્યતન ટેકનોલોજી મારફતે કેન્સરની સારવાર પૂરી પાડી ડોક્ટરોની નવી પેઢીનું સશક્તિકરણ કરવાનો છે."

આ અંગે વધુ વાત કરતાં એચસીજી ગ્રુપ, ગુજરાત રીજનલ ડિરેક્ટર અને એસસીજી કેન્સર સેન્ટર, અમદાવાદના સીઈઓ ડો. ભરત ગઢવીએ જણાવ્યું હતું કે "વિવિધ આંકડાઓને આધારે કહી શકાય તેમ છે કે ભારતમાં કેન્સરના નવા કેસ વધવાની સંભાવના છે. કેન્સરને કારણે થતા મોતની સંખ્યા પણ વધશે. દર મહિને વધુને  વધુ કેન્સરના કેસ બહાર આવી રહ્યા છે ત્યારે નવી ટેકનોલોજી અપનાવવી અને તે અંગે જાણકારી પૂરી પાડવી તે મહત્વનું છે. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે આ પહેલ એક મહત્વનું કદમ છે."

એચસીજી કેન્સર કેર સ્પેશ્યાલિસ્ટ, કેન્સર સામે લડત આપવામાં મોખરે છે. ભારતભરમાં 22 કેન્દ્રો સાથે તે દેશના સૌથી મોટા કેન્સર કેર પ્રોવાઈડર તરીકેનું સ્થાન ધરાવે છે. એચસીજી છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી આશાને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરી રહ્યું છે અને ડોક્ટરોની અનુભવી ટીમ, ટોપ નેશનલ રેન્કીંગ અને કેન્સર અટકાવવામાં આગેવાની સાથે તે લાખો લોકોને ઘર આંગણે કેન્સરની સારવાર પૂરી પાડે છે અને લોકોના હૃદયમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એચસીજીની સ્થાપના અત્યાધુનિક ટેકનોલોજી અપનાવીને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી પરિણામલક્ષી કેન્સરની સારવાર પૂરી પાડવા માટે કરવામાં આવી છે. ભારતભરમાં આવેલા કેન્સર કેરના એકમો સારી ગુણવત્તા ધરાવતી સારવાર પૂરી પાડવા માટે સર્જીકલ, રેડિએશન અને મેડિકલ ઓન્કોલોજી ક્ષેત્રના આધુનિક ઉપકરણોથી સજ્જ છે અને આ બધુ એક જ સ્થળે પૂરૂ પાડે છે.