શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2023 (16:33 IST)

Child Cold-cough-fever - શરદી-ઉધરસ-તાવ બાળકો માટે ઘાતક

cough in child home remedies
child Cold-cough-fever - શરદી-ખાંસી હંમેશા એલર્જીને કારણે આવે છે. જ્યારે પણ શિશુને ઠંડી લાગે છે કે પછી ખાંસી આવે ત્યારે માતા-પિતાનું પહેલું પગલું તેને પ્રાકૃતિક રીતે ઇલાજ આપવાનું હોવું જોઇએ. કોઇપણ માતા-પિતા તેમના નાનકડાં જીવને ભારે દવાઓ આપીને સાજો કરવા નથી ઇચ્છતા. અહીં કેટલાંક એવા જ પ્રાકૃતિક ઇલાજો સૂચવવામાં આવ્યાં છે તે તમારા બાળકની શરદી-ખાંસીને જડથી દૂર કરી દેશે.
 
કેટલાંક પ્રભાવી અને સુરક્ષિત ઘરેલુ ઉપચાર -
 
સ્ટીમ - નાક બ્લોક થઇ ગયું હોય તો સ્ટીમ એટલે કે નાસ લીધા સિવાય ઉત્તમ ઉપચાર બીજો કોઇ નથી. ગરમ હવા શિશુના કફને ઓગાળી દે છે. પણ હા, તમે તેને કેવી રીતે નાસ અપાવશો? તો આના માટે તમારા બાથરૂમમાં ગરમ શાવર ચાલુ કરી દરવાજો બંધ કરી દો. 15 મિનિટ માટે દિવસમાં બે વાર બાળકને તે જ રૂમમાં લઇને બેસી જાઓ. આનાથી ફેફસા અને નાકમાં થયેલું બ્લોકેજ દૂર થશે.
 
મધ અને લીંબુ - આ ઉત્તમ પ્રાકૃતિક ઇલાજ છે જે છાતીમાંથી કફને બહાર કાઢે છે. લીંબુ અને મધ મિક્સ કરીને આપવાથી ગળામાં રાહત મળે છે, ઇન્ફેક્શન દૂર થાય છે અને સાથે અન્ય લાભ તો ખરાં જ. આના માટે તમારે તમારા બાળકને ગરમ પાણીમાં મધ અને લીંબુ મિક્સ કરી પીવડાવવાનું છે.
 
હળદર - ખાંસીના ઇલાજ માટે આ એક સ્વસ્થ અને વિશ્વસનીય મસાલો છે. જો બાળક બહુ નાનું છે અને તે હજુ દૂધ પર છે તો તેને દૂધ પીવડાવતી વખતે તમારા બ્રેસ્ટ પર થોડી હળદર ચોપડી દો. જો બાળક બોટલ દ્વારા દૂધ પીવે છે તો તેના દૂધમાં થોડી હળદર મિક્સ કરી તેને પીવડાવો. શિશુને દિવસમાં બેવાર હળદરવાળું દૂધ પીવડાવવાથી રાહત મળશે.
 
તેલ માલિશ - જરૂરી તેલથી માલિશ કરવાથી બાળકનો કફ દૂર થાય છે. નિલગિરિ, મહેંદી, પિપરમિન્ટ વગેરેના તેલથી શિશુને માલિશ કરવાથી ફાયદો થાય છે. એક મિશ્રણ બનાવો જેમાં ઓલિવ ઓઇલ અને આ તેલોને મિક્સ કરી બાળકની છાતી પર માલિશ કરો. આમ કર્યા બાદ બાળકના શરીરને કપડા કે ચાદરથી આખું ઢાંકી દો જેનાથી જેથી તેના શરીરમાં ગરમી પેદા થાય અને તેલ પોતાની અસર દેખાડી શકે.