શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : ગુરુવાર, 16 માર્ચ 2017 (15:24 IST)

બાળકોને દરરોજ ઈંડા ખવડાવવાથી મળશે 7 મોટા ફાયદા

પેરેંટિંગ-દરેક માતા-પિતાને તેમના બાળકના આરોગ્યની ખાસ ચિંતા થાય છે. ક્યાંક તેને કોઈ પણ તકલીફ ન થાય માટે તેને સારો ખોરાક આપે છે. જેનાથી તેમના આરોગ્ય અને મગજનો સારો વિકાસ થઈ શકે. પણ મોટાભાગના બાળક ઘરના પૌષ્ટિક ખોરાકને બદલે બજારની તળેલી વસ્તુઓને ખાવી પસંદ કરે છે. તેથી જ એમના શરીરને જરૂરી ન્યૂટ્રીએંટસ મળી શકતા નથી.  પણ આજે અમે તમને જણાવીએ છે કે ઈંડાનું  સેવન બાળકો માટે ખૂબ લાભકારી સિદ્ધ હોય છે. તેમાં પણ બધા જરૂરી ન્યૂટીએંટ્સ હોય છે. જે બાળકોની ગ્રોથને વધારવાનું કામ કરે છે. અને તેમને સ્વસ્થ રાખે છે. તેથી દરરોજ તમારા બાળકને 1 ઈંડુ જરૂર ખવડાવો. આવો જાણીએ 1 ઈંડુ  કેવી રીતે બાળકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે.
1. આજકાલ જાડાપણાની સમસ્યા બાળકોને પણ ચપેટમાં લઈ રહી છે. ઈંડામાં કેલોરીની માત્રા ઓછી હોય છે, જેનાથી બાળકોનું  વજન કંટ્રોલમાં રહે છે. 
 
2. ઈંડામાં પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે. જે બાળકોની હાઈટ ગ્રોથ માટે ખૂબ ફાયદાકારી ગણાય છે. 
 
3. અભ્યાસમાં બાળકોને વધારે મગજ ખર્ચ કરવું પડે છે. તેથી તેમને 1 ઈંડુ રોજ ખવડાવો કારણકે તેમાં કોલીનની માત્રા સૌથી વધારે હોય છે. જેનાથી બાળકનું મગજ તેજ રહે છે.