મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : સોમવાર, 22 ઑગસ્ટ 2016 (15:36 IST)

બાળકોની ભણવાની પરેશાની છે તો અજમાવો આ Smart solutions

how to improve reading problem in child

આજના સ્માર્ટ સમયમાં બાળક ટીવી, મોબાઈલ ફોન અને કંપ્યૂટરનો ઉપયોગ એટલો કરે છે કે ચોપડીઓ તરફ ધ્યાન જ નથી આપતા અને ભણવામાં પણ નખરા  કરે છે. બાળકોની આ ટેવથી માતા-પિતા પણ પરેશાન છે કારણકે આનાથી એમની રૂચિ ભણવામાં ઓછી થતી જઈ રહી છે. કેટલીક એવી ટીપ્સ જે તમારા બાળકની રિડિંગ પ્રોબ્લેમ વિશે તમારી મદદ કરી શકે છે.  
 

1. ચોપડીઓનુ મહત્વ જણાવો 
બાળકોને બાળપણથી જ ચોપડીઓની ઓળખ કરાવો. એમના મોબાઈલ દ્વારા ભણવાને બદલે  ચોપડી દ્વારા જ વાંચીને  સંભળાવો. ધ્યાન રાખો કે મેટર એ જ ભણો જેમાં તમારી પણ રૂચિ હોય. એવું ન બને કે તમે સારી રીતે બાળકોને સમજાવી ન શકો. 
 

2. વાર્તા કરે આકર્ષિત 
 
બાળકોને વાર્તા સંભળાવીને આકર્ષિત કરો. એને આ વિષયોની વાર્તા વાંચીને  જણાવો કે ભણવાના કેટલા ફાયદા છે. ધીમે-ધીમે બાળકોમાં ચોપડી તરફ રૂચિ વધવા લાગશે. 

3. બાળકોની પસંદ 
બાળકોની પસંદ વિશી જાણવું ખૂબ જરૂરી છે. એમને ખૂબસૂરત ફોટા વાળી ચોપડીઓ ખૂબ પસંદ આવે છે. આ નાની નાની વાતોને ધ્યાનમાં રાખી તમે પણ તમારા બાળકોમાં પુસ્તકો માટે રૂચિ પૈદા કરી શકો છો. 

4. રીડિંગ હેબિટસ નાખો
બાળકોમાં જાતે વાંચવાની ટેવ નાખવી જોઈએ. શરૂઆતમાં નાની નાની વાર્તાઓને પોતે બાળકો સામે વાંચો. આવુ કરવાથી ધીમે-ધીમે તેમની અંદર પણ જાતે વાંચવાની જાગરૂકતા વધવા લાગશે.