શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : શુક્રવાર, 29 નવેમ્બર 2024 (13:21 IST)

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

Safest sleeping position during pregnancy
- ગર્ભાવસ્થા દરમિયાન કેવી રીતે સૂવું
પ્રેગ્નન્સી દરમિયાન શું ધ્યાન રાખવું
- ગર્ભાવસ્થા દરમિયાન સુવાની રીત
 
How to sleep during pregnancy- પ્રેગ્નેંસી દરેક મહિલા માટે એક સુખસ લાગણી હોય છે. સુખ અને માતૃત્વની અનુભૂતિ કરાવતા આ તબક્કા દરમિયાન સ્ત્રીઓ ઘણી વસ્તુઓનો અનુભવ કરે છે. ખાસ કરીને સૂતી વખતે પણ તેમને સમસ્યાનો સામનો કરવો પડે છે.
પ્રેગ્નન્સી દરમિયાન શું ધ્યાન રાખવું
- જો તમે ગર્ભવતી છો તો આ વાતનુ ધ્યાન રાખવુ કે તમે પીઠના બળે ક્યારે ન સુવું. આ રીતે સુવાથી ગર્ભમાં બાળક પર ગાઢ અસર થઈ શકે છે. 
- શરીરમાં ઑક્સિજનની કમીને કારણે થતી તકલીફમાં ડાબી બાજુ સૂઇ જવું ફાયદાકારક છે.
- સૂતા સમયે તમારી પોજીશનનુ ખાસ ધ્યાન રાખવું. 
ડાબી બાજુ સૂવાના ફાયદા / ગર્ભાવસ્થા દરમિયાન સુવાની રીત
ગર્ભાવસ્થા દરમિયાન ડાક્ટર ડાબી પડખે સુવાની સલાહ આપે છે. ગર્ભવતી સ્ત્રીએ ડાબી બાજુ સૂવું જોઈએ જેથી માતા અને બાળક બંનેના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ સારું રહે છે જે દિલ અને બાળક સુધી લોહી પહોંચડાવાનુ કામ કરે છે.  સાથે જ પ્રેગ્નન્સી દરમિયાન પડખુ લેતા સમયે ધ્યાન રાખવુ કે ઝાટકેથી પડખુ ન બદલવુ કારણ કે આવુ કરવાથી પરેશાની થઈ શકે છે. 

Edited By- Monica sahu