રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2024 (11:44 IST)

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

good manner in child
good manner in child- આજે બાળકોમાં શિષ્ટાચાર અને અનુશાસનની કમી દેખાય છે તેના જવાબદાર માતા-પિત પોતે જ છે બાળપણમાં જ બાળકોને કામનસેંસની વાત શિષ્ટાચારના સૂત્ર અને અનુશાસનમાં રહેવ શીખડાવો તેને વડીલથી અન્મ્રતાથી વ્યવહાર કરતા શીખડાવો ઘરના કામમાં હાથ વહેચતા શીખડાવો. તેના નાના- નાના કામના વખાણ કરો. બાળકોની સામે અપશબ્દ ન બોલવું. ચાળી ન કરવુ, ગપસપ ન કરો, જૂઠું ન બોલો. જો તમે તમારા પોતાના જીવનને સંયમિત, સંતુલિત, શિસ્તબદ્ધ અને નમ્ર રાખશો તો જ તમારા બાળકનું જીવન સુંદર અને નમ્ર બનશે.
 
જાગરૂકતા જ જીવન 
બાળકોને સમજાવો કે યોગ્ય સમય પર યોગ્ય વાત, યોગ્ય રીતે કરવી શિષ્ટાચાર અને કામનસેંસ કહેવાય છે. દરેક વાત વિચારીને અને વિવેક બૃદ્ધિથી બોલવાથી જ તમારું જીવન સગવળ બને છે. સવારથી સાંજ સુધી અમારા જીવનમાં ઘણા અવસર આવે છે જ્યારે અમે થોડુ વિચારીને અને સમજદારીથી કામ લેવા હોય છે જો અમે તે અવસર ચૂકી ગયા તો પછી પસ્તાવો હોય છે. 
 
બીજા માણસને માન આપવુ 
બાળકોને જણાવો કે બીજા વ્યક્તિને સહૃદયતા અને સત્કાર આદરની ભાવનાના પરિચય આપવુ શિષ્ટાચાર કહેવાય છે. શિષ્ટાચારની કમીમાં સૌંદર્યના પણ મહત્વ નહી રહે. દૈનિક જીવનમાં અમે કેટલીક વાતની કાળજી રાખીએ તો અમારા વ્યક્તિત્વમાં નિખાર લાવી શકાય છે. આ વાતથી શિષ્ટાચારને વિકસિત કરી શકાય છે. 
 
આ વસ્તુઓને લઈને પણ આપવી જાણકારી 
બાળકોને આ પણ જણાવો કે ચાલતા સમયે જગ્યા-જગ્યા થૂંકવુ અભદ્ર કહેવાય છે. ખાતા સમયે બીજાથી વાત ન કરવી. હાથ ધોઈને ભોજન કરવુ. યોગ્ય રીતે બેસીને શાંતિથી ભોજન કરવુ. ગુસ્સામાં ભોજન ન કરવું. જાહેર સ્થળ પર સફાઈ ની કાળજી રાખવી. 
 
બીજાની મદદ કરવી 
બાળકોને જણાવો કે તેને આસપાસના દુખમાં સહાનુભૂતિ રાખવી જોઈએ. તેમનામાતા-પિતાની કામ- પૈસાથી મદદ કરવી. ઘરના ખર્ચામાં ભાગીદારી નાખવી. ગુરૂના માન કરવુ અને તેમની બુરાઈ ન કરવી. 
 
ઝૂઠા વચન 
ક્યારે કોઈને વચન ન કરવુ જો વચન કર્યુ છે તો તેને પૂરા કરવા નિર્ણય લેવામાં જલ્દી ન કરવી. વિચારીને બધા કાર્ય કરવા. મગજને જાગૃત રાખવું. 
 
મહિલાઓના સમ્માન 
જો તમારુ બાળક છોકરો છે તો તેમને જણવો કે મહિલાઓનો માન રાખે. વાત કરતા સમયે તેમના શરીરના કોઈ પણ ભાગ ને અડવુ નહી. ખૂબ પાસ જઈને વાત ન કરવી. છોકરાને સમજાવવુ કે મહિલાને ઘૂરવુ નહી. તેને સતત જોતા ન રહેવુ. તેમના પર કટાક્ષ ન કરો. 
 
આ વાતો પર વિશ્વાસ ન કરો
બાળકોને કહો કે મેલીવિદ્યા અને જંતર-મંતર પર વિશ્વાસ કરવો ડહાપણ નથી. ભૂત-પ્રેતમાં માનતા નથી, માત્ર ભગવાનની શક્તિમાં વિશ્વાસ રાખો.
 
સ્વસ્થ રહેવા
તમારા શરીર અને આત્માને સુધારવાનો પ્રયાસ કરો. સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરો, સારા પુસ્તકો વાંચો. સત્ય-અસત્યનો વિચાર કરીને તમામ કામ ધર્મ પ્રમાણે કરવા જોઈએ. સૌથી પ્રેમથી  યોગ્ય વર્તન કરો.

Edited By - Monica sahu