સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2017 (16:21 IST)

બાળકની નજર તેજ કરવા માટે અજમાવો આ ઉપાય

પેરેંટિંગ- બદલતા લાઈફસ્ટાઈલ અને ખાનપાનના કારણે આંખૂની નજર નબળી થવી એક સમસ્યા છે. આજે નાની ઉમ્રના બાળકોને પણ ચશ્મા લાગી જાય છે. કારણકે બાળક તેમનો કંપ્યૂટર વિદિયો ગેમ મોબાઈલ ફોનમાં કાઢી નાખે છે. આ કારણે બાળકની નજર ઉમ્રથી પહેલા નબળી થઈ જાય છે. 
1. ગાજરનો જ્યૂસ - નબળી આંખ માટે ગાજરનો જ્યૂસ બેસ્ટ છે કારણકે તેમાં વિટામિન એ હોય છે, જે આંખો માટે ફાયદાકારી સિદ્ધ હોય છે. તેથી દરરોજ તમારા બળકને એક ગિલાસ ગાજરનો જ્યૂસ પીવડાવો. 
 
2. માખણ- એક કપ ગર્મ દૂધમાં 1/4 નાની ચમચી માખણ, અડધી ચમચી મૂલેઠી પાવડર અને 1 ચમચી મધને સારી રીતે મિક્સ કરો. બાળકને રોજ રાત્રે સૂતા પહેલા પીવડાવો. તેનાથી આંખનીએ રોશની તેજ થશે. 
 
3. ઈલાયચી- દૂધને ઉકાળીને તેમાં 2 નાની ઈલાયચી વાટીને નાખી દો. રાત્રે બાળકને પીવા માટે આપો. તેનાથી આંખ સ્વસ્થ અને નજર તેજ રહેશે. 
 
4. હથેળી- બાળકને હાથની હથેળી આપસમાં રગડવા માટે કહેવું.  જ્યારે સુધી એ ગરમ ન થઈ જાય. પછી તે હથેળીઓથી આંખને ઢકવા માતે કહેવું. તેનનાથી આંખની માંસપેશીઓને આરામ મળશે અને નજર તેજ થશે. 
 
5. આહાર- બાળકના આહારમાં વિટામિન એ થી ભરપૂર વસ્તુઓ શામેળ કરો. જેમ કે પપૈયું, સંતરા, પાલક, ધાણા, બટાટા અને માંસાહારી ભોજન વગેરે. તેનાથી તેમના સ્વાસ્થય અને આંખ બન્નેને ફાયદા મળશે.