વિશ્વાસ ફળદાયક

W.D

કોઈ ફારસીએ ઈસુને વિનંતી કરી કે મારી સાથે ભોજન કરો. તો તેઓ તે ફારસીને ત્યાં જઈને ભોજન કરવા બેઠા.

તે નગરની એક પાપીણી આ જાણીને કે પ્રભુ ફારસીને ત્યા ભોજન કરવા બેઠા છે તે સંગેમરમરના પાત્રમાં અત્તર લઈને વી અને ઈસુના પગની પાસે ઉભી રહી ગઈ. તે રોઈ-રોઈને ઈસુના પગને આંસુઓથી પલાળવા લાગી અને માથાના વાળ વડે તેને લુછવા લાગી. તેણે ઈસુના પગને વારંવાર ચુમીને તેની અત્તર લગાવ્યું.

ફારસીએ વિચાર્યુ કે જો તે ભુતકાળ અને જાણતાં હોત તો તેમને ખબર પડી જતી કે આ સ્ત્રી પાપીણી છે.

પ્રભુ ઈસુને બોલ્યા- હે શમીન, કોઈ મહાજનના બે દેણદેર હતાં. એક પાસેથી પાંચસો દિનાર લેવાના હતાં અને બીજા પાસેથી પચાસ. તેમની પાસે આપવા માટે કંઈ જ ન હતું તો મહાજને બંનેને માફ કરી દિધા. તો હવે મને તુ કહે કે તે બંનેમાંથી કોણ તેને વધારે પ્રેમ કરશે?

ફારસી બોલ્યો- તે જેના વધારે પૈસા તેમણે છોડી દિધા.

પ્રભુ ઈસાએ કહ્યુ કે તુ સાચુ કહે છે આ સ્ત્રીને જો ! હુ તારા ઘરમાં આવ્યો પરંતુ તે મારા પગ ધોવા માટે પાણી પણ ન આપ્યું. આ સ્ત્રીએ મારા પગને આંસુઓથી ધોયા અને પોતાના વાળ વડે લુછ્યા. જ્યારથી હુ આવ્યો છુ ત્યારથી તેણે મારા પગને ચુમવાના નથી છોડ્યા અને તે તેને એક પણ વખત ચુમ્યા પણ નથી. તેણે મારા પગને અત્તર લગાવ્યું તેનાથી તેના બધા જ પાપ ક્ષમા થઈ ગયાં કેમકે તેણે ખુબ જ પ્રેમ દેખાડ્યો.

વેબ દુનિયા|
આ સ્ત્રીને ઈસુએ કહ્યું કે તારા બધા જ પાપમાંથી તુ મુક્ત થઈ ગઈ તારા વિશ્વાસે તને બચાવી લીધી.


આ પણ વાંચો :