સપનોને સાચા કરતી અદ્દભુત દુનિયા

સાંતાક્લોસના નોર્થ પોલ ખાતે આવેલું સાંતા હાઉસ

W.DW.D

સફેદ દાઢી, લાલ મખમલના કપડાં, ંભા પર ભેટથી ભરેલો થેલો... આ સાંભળીને જ મનમાં છબી ઉભરવા લાગે છે વ્હાલા સાંતા ક્લોસની. બાળપણથી લઈને આજ સુધી અમે વાર્તામાં જ સાંતા ક્લોઝ નામના જીવંત ખુશમિજાજ પાત્રને સાંભળતા અને સમજતા આવ્યા છે. પણ દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં આ પાત્રને અનુભવી શકાય છે. તેમની સ્વપ્નીલી દુનિયામાં સમય પસાર કરી શકાય છે. જી, હા અમે વાત કરી રહ્યા છે સાંતાક્લોસના ોર્થ પોલ ખાતે આવેલા સાંતા હાઉસની.
W.DW.D

આ ઘરને જોવુ એ બાળકો માટે એક અનોખા સપનાંને સાચુ કરવા જેવુ છે. આ સપનાનો પાયો આજ થી લગભગ 55 વર્ષ પહેલા કોન અને નૈલી મિલરે નાખ્યો હતો. આંખોમાં ભવિષ્ય સાથે જોડાયેલા સોનેરી સપનાં સાથે બે ભૂખ્યા બાળકો અને હાથમાં ફક્ત 1 ડોલર 40 સૈસ લઈને પતિ-પત્ની કામની શોધમાં 1949માં ફેયરબેંકથી અલાસ્કા આવ્યા હતા. એક એવી જગ્યાએ જીવનની નવી શરૂઆત કરવી જે શેષ વિશ્વ સાથે જોડાયેલો ન હોય એ બહુ મુશ્કેલ કામ છે. પણ કોને બહુ જલ્દી જ આસ-આસના ગામમાં "ફર" ખરીદવા-વેચવાનો વેપાર શરૂ કરી દીધો. આ દરમિયાન કોનની પાસે એક જુનો સાંતાસૂટ વેચાવા માટે આવ્યો. નિકે સૂટ વેચવાને બદલે ક્રિસમસના દિવસે પહેરી લીધો અને થોડા જ દિવસોમાં તે બાળકોની વચ્ચે સાંતા ક્લોસના નામે પ્રખ્યાત થઈ ગયો. આ રીતે સંત નિકને નાર્થપોલમાં પહેલીવાર કીર્તિ મળી ગઈ.

બાળકો પાસેથી મળેલો પ્રેમ અને સમ્માન થી ગળગળિત મિલર દંપતીએ નિર્ણય કર્યો કે તેઓ બાળકો માટે સાંતા ક્લોઝના નામે પોસ્ટ(પત્ર) લખવાનું કામ શરૂ કરશે. અને તેમણે વિકસી રહેલા નાર્થ પોલથી ફૈયરબેંક તેર પત્રો મોકલ્યા. આ પત્રોની ખાસ વાત એ હતી કે તેમને કોન મિલરે પોતાના નહી પણ સાંતા ક્લોઝના નામથી મોકલતા હતા. ત્યાર પછી કોનની સાથે એક અજીબ ઘટના થઈ.

તેઓ પોતાની દુકાન પર કામ કરી રહ્યા હતા ત્યારે અલાસ્કાનો એક ગ્રામીણ બાળક તેમને ઓળખતાં પૂછ્યુ - ' હલો શાંતા ક્લોસ, શુ તમે નવું ઘર બનાવી રહ્યા છો ?' બસ પછી તો શુ હતું કોનના મગજમાં એકદમ વિચાર આવ્યો કે કેમ ન સાંતા ક્લોસ હાઉસ બનાવવામાં આવે. ત્યારબાદ જે થયુ તે અમારી સામે છે. 1952માં સાંતા ક્લોસના નામે કરવામાં આવેલો નવો પ્રયોગ આજે આખા વિશ્વમાં પ્રસિધ્ધિ મેળવી ચૂક્યો છે. સાંતાને પ્રેમ કરનારા બાળકો દરેક ક્રિસમસ પર રાહ જુએ છે એક ચિઠ્ઠીની. જેને ખાસ કરીને તેની માટે સાંતા ક્લોસ હાઉસ માંથી મોકલવામાં આવે છે.
W.DW.D

જો તમે પણ તે હજારો લોકોમાંથી એક છો જે દરેક વર્ષે સાંતા ક્લોસ હાઉસના દર્શન કરવા નાર્થ પોલ આવે છે તો તમે જાણી શકો છો કે મિલર ફેમિલીએ આ સાંતા ક્લોસને જીવંત કરવા માટે કેટલા નવીન પ્રયોગ કર્યા છે.

સામાજિક યોગદાન - કોન મિલર એક ઈમાનદાર અને હિમંતવાળો માણસ હતો. તેમના પ્રયત્નોને કારણે બાકીની દુનિયાથી દૂર એવા નોર્થ પોલ વિશ્વમાં જાણીતુ બન્યુ. સાંતા ક્લોસ હાઉસથી થનારી કમાણીને કોન મિલરે નાર્થ પોલનો વિકાસ કરવામાં લગાડી. નાર્થ પાલમાં તેઓ 19 વર્ષ સુધી મેયર રહ્યા. તેમની પત્ની નૈલી મિલર પણ લાંબા સમય સુધી મેરેજ કમિશ્નરના પદ પર રહી. સાંતા ક્લોસ હાઉસના સિવાય તેમણે હજારો જોડાંના લગ્ન કરાવ્યા.

વેબ દુનિયા|
કોન અને નૈલીના મૃત્યુ પછી તેમના બંને પુત્રો મિક મિલર અને સ્વર્ગવાસી ટૈરી મિલરે પૂરી યોગ્યતાની સાથે સાંતા ક્લોસ હાઉસનુ કામ આગળ વધાર્યુ. આ રીતે મિલર દંપતિએ પોતાના ગમતાં સપનાને સાચુ કર્યુ જે અમારી સામે સાંત ક્લોસ હાઉસના રૂપમાં આવેલું છે.


આ પણ વાંચો :