મહાન સંતોએ કહ્યું છે કે...
મને પ્રેમના બીજ રોપવા દો ભગવાન દયા કરીને મને તે શક્તિ આપકે કોઈને પણ મારી સાંત્વનાની જરૂરત જ ન પડે. લોકો મને સમજે તેની જગ્યાએ હુ જ તેમને સમજુ. લોકો મને પ્રેમ કરે તે પહેલાં હુ તેમને પ્રેમ કરૂ. આપણને તે જ મળે છે જે આપણને આપવામાં આવે છે. ક્ષમા કરવાથી જ મનુષ્ય ક્ષમાને પાત્ર બને છેપોતાને ઉસર્ગ કરી દેવાથી રોજ નવુ જીવન મળે છે. -
સંત ફ્રાંસિસ
પ્રભુ મને તારૂ યંત્ર બનાવ હે પ્રભુ! મને તારી શાંતિનું એક યંત્ર બનાવજ્યાં ધૃણા છે ત્યાં હુ પ્રેમ લાવી શકુ.જ્યાં આક્રમણ છે ત્યાં હુ ક્ષમા લાવી શકુજ્યાં મતભેદ છે ત્યાં હુ મેળમિલાપ લાવી શકુજ્યાં ભુલ છે ત્યાં હુ સચ્ચાઈ લાવી શકુજ્યાં શંકા છે ત્યા હુ વિશ્વાસ લાવી શકુજ્યાં નિરાશા છે ત્યાં હુ આશા લાવી શકુજ્યાં અંધકાર છે ત્યાં હુ પ્રકાશ લાવી શકુજ્યાં ઉદાસી છે ત્યાં હુ પ્રસન્નતા લાવી શકુ -
સંત ફ્રાંસિસ