આવીને લાશ લઈ જાવો... દિલ્હીમાં ક્લર્ક પતિએ કમાંડો પત્નીને ડંબલથી મોતને ઘાટ ઉતારી, પછી સાળાને લગાવ્યો ફોન
Delhi SWAT Commando Kajal murder
દિલ્હીથી એક કંપાવી દેનારી ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસમાં 'SWAT કમાંડો' ના પદ પર ગોઠવાયેલ 27 વર્ષીય કમાંડો કાજલની તેના જ પતિએ દહેજની બલિ ચઢાવી દીધી. હત્યા દરમિયાન કાજલ 4 મહિનાની ગર્ભવતી હતી. આરોપી પતિ પોતે રક્ષા મંત્રાલયમાં કલર્ક છે. તેના પર આરોપ છે કે તેણે લોખંડના ડંબલથી હુમલો કરી પોતાની પત્ની અને પોતાના જ અજન્મેલા બાળકને મોતને ઘાટ ઉતારી દીધા.
લવ મેરેજનો ડરામણો અંત - આવીને લઈ જાવ લાશ
કાજલ અને અંકુરની સ્ટોરી 2022 માં સ્નાતકના અભ્યાસ દરમિયાન શરૂ થઈ હતી. બંનેયે પરિવારના લોકોને મનાવીને લગ્ન કરી લીધા. લગ્ન સમયે જ બંને સરકારી પદો પર હતા. કાજલ દિલ્હી પોલીસની કમાંડો બની અને અંકુર રક્ષા મંત્રાલયમાં કલર્ક. પણ લગ્નના ફક્ત 15 દિવસ પછી જ પ્રેમનો નકાબ ઉતરી ગયો. પરિવારના લોકોનો આરોપ છે કે પતિ અંકુર અને તેના પરિવારે ગાડી અને રોકડ રકમની ડિમાંડ શરૂ કરી દીધી. કાજલને સતત પ્રતાડિત કરવામાં આવી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે 22 જાન્યુઆરીના રોજ અંકુરે કાજલના ભાઈને ફોન કરીને ઠંડા મગજે કહ્યુ, "મે કાજલને મારી નાખી છે, આવીને તેની લાશ લઈ જાવ."
મમતા અને બહાદુરી પર ભારે પડી લાલચ
કાજલના પિત રાકેશે ભરાયેલા ગળાથી કહ્યુ તેમની પુત્રીએ ખૂબ મહેનત કરીને દિલ્હી પોલીસમાં કમાંડોનુ પદ મેળવ્યુ હતુ. તેમણે જણાવ્યુ મારી પુત્રી 4 મહિનાની ગર્ભવતીહતી. લાલચી પતિએ લોખંડના ડંબલથી તેના માથા પર માર્યુ. તેણે મા અને પેટમા ઉછરી રહેલ બાળક બંનેને મારી નાખ્યા. બીજી બાજુ માતા મીના દેવીએ જણાવ્યુ કે તેમણે કાજલના સાસરિયાઓને આપવા માટે 10 લાખની લોન માતા-પિતાના નામે લીધી હતી.
રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય
આજે જ્યારે કાજલની ડેડ બોદી તેના પૈતૃક ગામ ગન્નૌર પહોચી તો આખા વિસ્તારમાં માતમ પ્રસરી ગયો. એક બાજુ દેશની સેવા કરનારી કમાંડો પુત્રીને ગુમાવવાનુ દુખ હતુ તો બીજી બાજુ દહેજના લોભીઓ પ્રત્યે આક્રોશ. કાજલનો અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે કરવામાં આવ્યો. જ્યા પોલીસ બળ અને ગ્રામીણોએ ભીની આંખે તેને વિદાય આપી. .