મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: શનિવાર, 24 ઑક્ટોબર 2015 (16:20 IST)

આ શુભ યોગમાં કરો દિવાળીની ખરીદી, ઘરે આવશે લક્ષ્મી

આ વર્ષે દિવાળી પહેલા અને પછી આવી રહેલ કેટલા વિશેષ તહેવારો પર ખરીદીનો પણ શુભ સંયોગ બની રહ્યો છે. આવામાં બજારમાં ખરીદારી વધશે અને ખરીદદારો સાથે સસથે વેપારીઓની દીવાળી પણ ખૂબ સારી ઉજવાશે. ધનતેરસથી છહ દિવસ પહેલા પૂર્વ પુષ્ય નક્ષત્ર હોવાને કારણે આ દિવસોમાં પણ બજારોમાં ખરીદીનુ જોર રહેશે. ગ્રાહકોની રાહ અને સ્વાગતમાં બજાર અત્યારથી જ સજવા લાગ્યા છે. 
 
જ્યોતિષિયો મુજબ જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યોગમાં નવીન કાર્યનો શુભારંભ, સોના, ચાંદી, ઈલેક્ટ્રોનિક સામાન, વાહન, વસ્ત્ર, ભૂમિ વગેરેની ખરીદી શુભ અને ચિરસ્થાઈ રહે છે. ત્રણ દિવસીય દિવાળીના તહેવારની સાથે સાથે આ પહેલા અને પછી આવી રહેલ અનેક તહેવારો પર ખરીદી શુભફળદાયી રહેશે. 
 
કયા તહેવાર પર શુ ખરીદવુ શ્રેષ્ઠ રહેશે ? 
 
શરદ પૂનમ - 26 ઓક્ટોબર, ખરીદી માટે મધ્યમ છે. આ દિવસે વાહન અને સોના ચાંદીની ખરીદી કરી શકાય છે.  
 
કરવા ચોથ - 30 ઓક્ટોબર, સિંહનો ગુરૂ હોવાથી સોના-ચાંદીની ખરીદી શ્રેષ્ઠ. ધાન્ય પણ ખરીદવુ શુભ રહેશે. 
 
પુષ્ય નક્ષત્ર - 3 નવેમ્બર, ગુરૂ-ચંદ્રમાના દ્વિતીય દ્વાદશ હોવાથી સોના-ચાંદી, ઈલેક્ટ્રોનિક્સ, વાહન વગેરે ખરીદવા શ્રેષ્ઠ.
 

ધનતેરસ - 9 નવેમ્બર, કન્યાનુ ચંદ્રમા ઝવેરાત, વાહન, વસ્ત્રની ખરીદી માટે સર્વશ્રેષ્ઠ સમય રહેશે. 
 
કાળી ચૌદસ - 10 નવેમ્બર, તુલાનુ ચંદ્રમા અને સૂર્ય ચંદ્રની યુતિ હોવાથી સોનુ ખરીદવુ શુભ. વાહન ખરીદી શકો છો. 
 
દીવાળી - 11 નવેમ્બર, તુલાનો ચંદ્રમાં રહેવા અને સ્વાતિ નક્ષત્ર હોવાથી બજારમાં ચાંદીની માંગ વધશે. 
 
લાભ પાંચમ - 16 નવેમ્બર, ધનુનો ચંદ્ર હોવાથી સોનાની ખરીદી ઉત્તમ રહેશે. 
 
દેવ ઉઠની એકાદશી - 22 નવેમ્બર, મીનનો ચંદ્ર હોવાથી વાહન, ઘરેણાં, ઈલેક્ટ્રોનિક આઈટમની ખરીદી શ્રેષ્ઠ રહેશે.