સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. દિલિપકુમાર
Written By વેબ દુનિયા|

પરફેક્શનિસ્ટ દિલીપ કુમાર

IFM
બોલીવુડમાં ભલે આમિર ખાનને પરફેક્શનિસ્ટ કહેવામાં આવતુ હોય, પરંતુ દિલીપ કુમાર પન અભિનય અને દરેક કામની બાબતે પરફેક્શનિસ્ટ મનાય છે.

દિલીપ સાહેબ દરેક કામને પોતાની ગતિથી કરવુ પસંદ કરે છે. તેઓ ક્યારેય પણ ઉતાવળમાં કામ કરતા નથી. તેમની ગતિથી સામેવાલાને તાલમેલ બેસાડવો પડે છે. પરફેક્શનના ચક્કરમાં કામની ગતિ ધીમી પડી જાય છે, કદાચ તેથી જ દિલીપ સાહેબે પોતાના લાંબા કેરિયરમાં ખૂબ જ ઓછી ફિલ્મો કરી છે.

એક ફિલ્મમાં દિલીપ કુમારને પતંગ ઉડાવવાની હતી. આ નાનકડા સીન માટે તેમણે પતંગની ડોર કેવી રીતે બનાવાય છે થી લઈને પતંગના પેચ ઉડાવવા સુધીનુ બધુ જ સીખી લીધુ અને ત્યારબાદ જ શોટ આપ્યો.

આ જ રીતે એક ફિલ્મમાં દિલીપ કુમારને વાદ્ય યંત્ર વગાડવાનુ હતુ. નિર્દેશકે કહ્યુ તમારે તો માત્ર આંગળી જ ફેરવવાની છે અને આ શોટ તરત જ શૂટ કરી લઈશુ. પરંતુ દીલિપ કુમાર તેવુ કરવા રાજી નહોતા. તેમણે બે મહિના સુધી તો વાદ્યયંત્ર સીખ્યુ અને ત્યારબાદ શોટ આપ્યો.

અભિનયના બાબતે જ નહી પર્સનલ લાઈફમાં પણ તેઓ દરેક કામ સંપૂર્ણ તલ્લીનતાથી અને પરફેક્શન સાથે કરતા હતા. તેમને કોઈ કાર્યક્રમમાં ભાષણ આપવાનુ હોય તો તેની પૂરી તૈયારી કરતા હતા. ક્યા જવાનુ છે, કોની સામે બોલવાનુ છે, શુ બોલવાનુ છે બધી વાતો જાણ્યા પછી તેઓ પોતાનુ ભાષણ તૈયાર કરે છે.