ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By નઇ દુનિયા|

મેંદાની પાપડી

સામગ્રી - 250 ગ્રામ મેંદો, 1/2 ચમચી મીઠુ, 2 ચમચી અજમો, તેલ

રીત - અજમાને 10-15 મિનિટ સુધી થોડાંક પાણીમાં પલાળી લો. મેંદો અને મીઠુ ચાળી લો અને તેમાં એક મોટો ચમચો ભરી તેલનું મોણ નાખો. હવે તેમાં અજમો અને અજમાનું પાણી ભેળવી લો. આ મિશ્રણનો કડક લોટ બાંધી લો. આના નાનાં નાનાં લૂઆ બનાવી તેને જેટલી બની શકે તેટલી પાતળી વણો આ પાપડીને સૂકાવી કડક તેલમાં તળો. ધ્યાન રાખજો કે પાપડીનો રંગ ન બદલાય.

અજમાને પલાળીને પાપડીમાં નાખવાથી તળતી વખતે અજમો નીકળતો નથી.