બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By નઇ દુનિયા|

લક્ષ્મીના વિવિધ સ્વરૂપો

W.DW.D

લક્ષ્મી ધન-ધાન્ય, સુખ-સમૃધ્ધિ અને ખુશીઓ આપનાર છે. પારંપારિક રૂપથી લક્ષ્મીને આઠ સ્વરૂપે પુજવામાં આવે છે.

* ભાગ્ય લક્ષ્મી * ગજ લક્ષ્મી
* ધન લક્ષ્મી * ધાન્ય લક્ષ્મી
* સંતાન લક્ષ્મી * વિદ્યા લક્ષ્મી
* વીર લક્ષ્મી * વૈભવ લક્ષ્મી

આ સિવાય અન્ય રૂપોથી પણ લક્ષ્મીની પુજા કરવામાં આવે છે. લક્ષ્મીના બધા જ રૂપોની સાથે મનુષ્યની અલગ અલગ ઈચ્છાઓને જોડવામાં આવી છે અને આના આધારે તેમના નામ રાખવામાં આવ્યાં છે. તો આવો તેમના વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ.

આદિ લક્ષ્મી :

પૌરાણીક કથા અનુસાર આદિ લક્ષ્મી જીવન આપનાર પ્રથમ જનની છે. તેમને આદિ શક્તિના નામથી પણ ઓળખવામાં આવે છે. દેવ-દાનવ, મનુષ્ય બધા જ તેમની શક્તિઓની આગળ અજ્ઞાની છે. બ્રહ્મ પુરાણ અનુસાર આદિ લક્ષ્મીથી જ અંબિકા- વિષ્ણુ, લક્ષ્મી-બ્રહ્મા અને સરસ્વતી-શીવની ઉત્પત્તિ થઈ હતી. ત્યાર બાદ આદિ લક્ષ્મીએ બ્રહ્માને સરસ્વતીથી, લક્ષ્મીને વિષ્ણુથી અને પાર્વતીને શીવથી વૈવાહિક સંબંધમાં બાંધ્યા હતાં. ત્યાર બાદ આ ત્રણેય દંપત્તિ બ્રહ્માંડને રચવાનુ, વિનાશ કરવાનું અને તેનું પાલન કરવા માટે નીકળી પડ્યાં. આદિ લક્ષ્મી ત્રણેય ગુણોથી ભરેલ છે રજ, તમ અને સત્વ.

મહાલક્ષ્મી :

આદિ લક્ષ્મીથી અલગ મહાલક્ષ્મીના સ્વરૂપને સમજવું એ ભક્તો માટે ખુબ જ સરળ છે. આ પ્રકૃતિના સૌમ્ય અને ઉદાર ભાવની પ્રતિનિધિ હોય છે. લક્ષ્મી પતિ વિષ્ણુ સંસારનું પાલન કરે છે જેની અંદર લક્ષ્મી ધન, બુધ્ધિ અને શક્તિનું યોગદાન આપે છે. યહુદી અને ખ્રીસ્તી પરંપરાને અનુસાર દુનિયા બનાવનાર ઈશ્વર યેહવાહની પ્રજ્ઞા અને વૈભવનું અમૂર્ત રૂપ સોફીયા અને સકીના નામની દેવીઓ પણ લક્ષ્મીના આ રૂપથી ઘણી બધી સમાનતા રાખે છે.

W.DW.D
ગજ લક્ષ્મી :

ઘણાં ચિત્રો, મૂર્તિઓ વગેરેમાં લક્ષ્મીના સ્વરૂપ પર જળનો વરસાદ કરતાં બે હાથી (નર, માદા) જોવા મળે છે. આ હાથી દિગ્ગજના આઠ જોડીઓમાંના એક હોય છે કે જેઓ બ્રહ્માંડના આઠ ખુણાઓ પર સ્થિર રહીને આકાશને સંભાળી રહ્યાં છે. આ લક્ષ્મીના કૃપાપાત્ર છે. ગજ એટલે કે હાથીને શક્તિ, શ્રી તેમજ રાજસી વૈભવથી યુક્ત પ્રાણી માનવામાં આવ્યું છે. ગજને વરસાદ કરનાર મેઘ તેમજ જમીનનું પ્રતિક પણ માનવામાં આવે છે. તેમની સાથે લક્ષ્મીનું સ્વરૂપ ગજ લક્ષ્મી નામથી ઓળખવામાં આવે છે.

ધન લક્ષ્મી :

ભવિષ્યને સુખી બનાવવા માટે દરેક મનુષ્ય સંપદા તેમજ સંપત્તિની કામના કરે છે. આ કામનાને પૂર્ણ કરે છે ધન લક્ષ્મી. પૌરાણિક કથા અનુસાર રાજકુમારી પદ્માવતી (લક્ષીનો અવતાર) સાથે વિવાહ કરવા માટે વિષ્ણુને દેવતાઓના ખજાનચી કુબેર પાસેથી ધન ઉધાર લેવું પડ્યું. કુબેરે શરત મુકી કે જ્યાર સુધી વિષ્ણુ વ્યાજ સહિત બધું જ ધન ન ચુકાવી દે ત્યાર સુધી તેમણે ધરતી પર જ રહેવું પડશે. આ શરતને કારણે બધા જ દેવો ખુબ જ હેરાન થઈ ગયાં કેમકે વ્યાજ ખુબ જ વધું હતું. ત્યાર બાદ તેમણે ધન લક્ષ્મી પાસેથી મદદ માંગી અને ધનલક્ષ્મીએ તેમને મદદ કરી અને ત્યાર બાદ તેઓ દરિદ્ર નારાયણના નામથી પણ ઓળખાવા લાગ્યાં.

ધાન્ય લક્ષ્મી :

અનાજની ઉણપને ઘરથી દુર રાખનારી અને રસોઈઘરને હંમેશા ભરેલું રાખનાર શક્તિના રૂપે પુજવામાં આવે છે-ધાન્ય લક્ષ્મી. દ્રોપદીને હંમેશા ભોજનથી ભરેલું રહેનાર પાત્ર ધાન્ય લક્ષ્મીએ જ આશીર્વાદ સ્વરૂપે આપ્યુ હતુ. ધાન્ય લક્ષ્મી બધા જ વર્ણ, વર્ગ અને સ્તરના મનુષ્યોની ઇચ્છા પૂર્ણ કરે છે. તે એ લોકોથી પ્રસન્ન રહે છે જે ધનનું સન્માન કરે છે અને ભોજનને આદર આપીને ગ્રહણ કરે છે.


W.DW.D
રાજ લક્ષ્મી :

રાજયોગ નસીબથી મળે છે એવું લોકોનું માનવું છે. લગભગ દરેક ધર્મની અંદર રાજસી વૈભવ પ્રદાન કરનાર એક દેવી હોય છે. આ સંદર્ભે હિન્દુ માન્યતા પ્રમાણે રાજલક્ષ્મીને પુજવામાં આવે છે. રાજ લક્ષ્મી કોઈ પણ વ્યક્તિને વૈભવ, શક્તિ અને બધા જ રાજસી સુખોનો માલિક બનાવે છે.

ગૃહ લક્ષ્મી :

ગૃહ લક્ષ્મીનો નિવાસ દરેક ઘરમાં હોય છે. આ મકાનની અંદર પ્રેમ, શાંતિ અને જીવંતતાનો સંચાર કરીને તેને ઘર બનાવે છે. આની અનઉપસ્થિતિની અંદર ઘર ઝગડાઓ, કલેહ અને નિરાશાથી ભરાઈ જાય છે. ગૃહ સ્વામીની આનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે નવી વહું જયારે ઘરની અંદર પહેલી વખત આવે છે ત્યારે ધાનના વાટકાને પગ વડે સ્પર્શ કરે છે અથવા તો કંકુવાળા પગ કરીને ઘરની અંદર આવે છે. આને આવું કરવાથી એમ માનવામાં આવે છે કે ઘરની અંદરથી બુરાઈઓનો અંત થઈ જાય છે.

સૌદર્ય લક્ષ્મી :

બ્રહ્માની પુત્રી રતિ દેખાવમાં ખુબ જ સાધારણ હતી. કોઈ પણ પુરૂષ, દેવતા કે દાનવ તેની તરફ આકર્ષિત નહોતો થતો. એટલા માટે તેને સૌદર્ય લક્ષ્મી પાસેથી મદદ માટેનો અવાજ લગાવ્યો. તો સૌદર્ય લક્ષ્મીએ તેને સોળ શૃંગારની જાણકારી આપી જેને ધારણ કરતાંની સાથે રતિ ત્રણેય લોકમાં અતિ સુંદર યુવતી બની ગઈ અને પ્રેમના દેવતા મન્મથનું દિલ જીતવામાં સફળ રહી. આ રીતે સૌદર્યની લક્ષ્મી સુંદરતા પ્રદાન કરનાર છે.

ભાગ્ય લક્ષ્મી :

એવું માનવામાં આવે છે કે બાળકના જન્મના છ દિવસ બાદ ભાગ્ય લક્ષ્મી જાતે આવીને બાળકના કપાળ પર તેનું ભાગ્ય લખી જાય છે. આ માન્યતાને લઈને ભારતના ઘણાં રાજ્યોમાં ખાસ કરીને તે સ્થળો પર જ્યાં નવજાત સોયા થાય છે ત્યાં સફાઈ કરીને રંગોળીથી શળગારીને રાખવામાં આવે છે. તેની સાથે સાથે ત્યાં સ્લેટ-પેન કે કોપી પેન રાખવામં આવે છે. જેથી કરીને ભાગ્ય લક્ષ્મી બાળકનું ભાગ્ય લખી શકે. ભાગ્ય લક્ષ્મી મનુષ્યનું ભવિષ્ય બદલી શકે છે.
W.DW.D
સંતાન લક્ષ્મી :

પ્રણીઓને ઉર્વરતા અને વંશ વૃધ્ધિનું વરદાન આપે છે- સંતાન લક્ષ્મી. આ સ્ત્રીને સર્જનનું વરદાન આપે છે અને નાના બાળકોની બિમારીઓથી રક્ષા કરે છે. બંગાળની અંદર બિલાડી અને માદા વાઘને તેમનું પ્રતિક માનવામાં આવે છે. કેમકે આ બંને પોતાના બચ્ચાંઓનું પાલન પોષણ પોતાના બળ પર કરે છે.

વીર લક્ષ્મી :

જીવનની દરેક પરિસ્થિતિ અને શત્રુનો સામનો કરવાની હિંમત અને તેજ આ લક્ષ્મી અર્પણ કરે છે. આમને વૈષ્ણોદેવીના નામથી પણ પુજવામાં આવે છે. આ વાધની સવારી કરે છે અને મા દુર્ગાની જેમ અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ રહે છે.

ગૌ લક્ષ્મી :

ગાયને ભારતીય સમાજમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે કેમકે એક માની જેમ તે પણ મનુષ્ય માટે ઘણી બધી સુવિધાઓ આપે છે. એટલા માટે તેમને ગૌ લક્ષ્મીના સ્વરૂપે પુજવમાં આવે છે. પુરાણમાં કામધેનુંનુ વર્ણન પણ છે જે પ્રાણીઓની બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરે છે.

વિદ્યા લક્ષ્મી : જ્ઞાનને ધનમાં બદલવાનું વરદાન આપનારી દેવી છે વિદ્યા લક્ષ્મી. સરસ્વતીની જેમ એ પણ વિદ્યા અને કલાઓની દેવી છે. જ્યાં સરસ્વતી શુધ્ધ વૈચારિક જ્ઞાન આપનારી છે ત્યાં વિદ્યા લક્ષ્મી જ્ઞાન દ્વારા ભૌતિક સમૃધ્ધિના રસ્તા ખોલનારી છે.

આરોગ્ય લક્ષ્મી :

સ્વાસ્થ્ય જીવનનું સૌથી મોટુ વરાદાન છે અને સ્વાસ્થ્ય સહિત સંપન્ન જીવન જીવવાની કામનાથી પુજવામાં આવે છે. સમુદ્ર મંથન સમયે વિષ્ણુના અવતાર તથા આયુર્વેદના જનક ધન્વંરિતની સાથે નીકળેલ આરોગ્ય લક્ષ્મી જીવનને સ્વાસ્થ્ય અને સુખી રહેવાનું વરદાન આપે છે.

કડક લક્ષ્મી :

લક્ષ્મીનું આ સ્વરૂપ ખાસ કરીને ગામડાઓમાં પુજવામાં આવે છે. જ્યારે પણ સમાજની અંદર સ્ત્રીની સાથે કોઇ દુર્વ્યવહાર થાય છે ત્યારે કડક લક્ષ્મી પોતાનું સ્વરૂપ બતાવે છે અને લોકોને મુશ્કેલીઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવા સમયે ભક્તો તેમની પુજા કરીને તેમના ક્રોધને શાંત કરે છે અને પોતાની ભુલની માફી માંગીને તેને બીજી વખત ન કરવાનો સંકલ્પ કરે છે.