બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. દિવાળી 07
Written By વેબ દુનિયા|

હવે પછીની દિવાળીમાં ઓછું પ્રદુષણ

W.DW.D

દિવાળીની શરૂઆત થઈ ગઈ છે અને તેનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ તહેવાર આખા દેશમાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. જ્યાં જોઈએ ત્યાં દિવડાઓનો ઝગમગાટ જોવા મળે છે અને સાથે સાથે ફટાકડઓની ધુમ. જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે તેમ તેમ માણસના વિચારો પણ બદલાઈ રહ્યાં છે પરંતુ પર્યાવરણના મુદ્દે દિવાળીના સમયે પ્રદુષણને જોઈએ તો મન કંપી ઉઠે છે.

દર વર્ષે હજારો લાખો કરોડના ફટાકડાઓ થોડીક જ ક્ષણોમાં સ્વાહા કરી દેવામાં આવે છે અને તેનાથી મળે છે પણ શું? બસ થોડીક જ ક્ષણોનો આનંદ પરંતુ ત્યાર બાદ પર્યાવરણની જે હાલત થાય છે તે કોઇએ વિચાર્યું છે? હવે તે સમય આવી ગયો છે કે આપણે ફક્ત સારી વાતોને સાંભળવાની જ નથી પરંતુ તેનો અમલ પણ કરવાનો છે.

તો આ વર્ષે આપણે બધા ભેગા મળીને તે નિર્ણય કરીએ કે દિવાળીનો ઉલ્લાસ પણ બનેલો રહે અને આખા દેશમાં આ સકારાત્મક સંદેશ પણ ફેલાવીએ કે અમે પ્રકૃતિના મિત્રના રૂપમાં તહેવાર ઉજવે શકીએ છીએ અને આખા સમાજને એક નવી દિશા અને નવી સમજ આપી શકીએ છીએ.

* જો તમે ફ્લેટમાં રહેતાં હોય તો બધા ભેગા મળીને દિવાળી ઉજવો જેથી કરીને ઓછા ફટાકડામાં વધું મજા આવશે.

* જો તમારી આખી કોલોનીમાં સારો એવો મેળ હોય તો બધા જ ભેગા મળીને દિવાળી મિલન સમારોહ અને અન્નકુટનું આયોજન કરી શકો છે. તમે પ્રયત્ન અવશ્ય કરજો કે આખી લોકોની ના મળી શકે તો ઓછામાં ઓછી તમારી ગલીના લોકો અવશ્ય ભેગા મળીને ફટાકડા ફોડજો.
W.DW.D

* બજારની અંદર મહિલાઓ, બાળકો અને વૃધ્ધોની અવરજવર રહે છે તો બધા ભેગા મળીને નક્કી કરો કે ધનતેરસ અને દિવાળીઆ દિવસે બજારમાં અને રસ્તા પર ફટાકડા ન ફોડવા. જો વાહનોની અવરજવર ચાલુ હોય તો મહેરબાની કરીને થોડીક વાર માટે ફટાકડા ફોડવાના બંધ કરી દો નહિતર કોઇ મોટી દુર્ઘટનાને નોતરશો.

* બાળકોને ઓછા ફટાકડા ફોડવા માટે પ્રોત્સહિત કરો અને તેમને સમજાવો કે ઓછા અવાજવાળા અને વધું ઉચે જઈને ફુટનારા ફટાકડા પસંદ ન કરે.

* જ્યારે પણ નાના બાળકો ફટાકડા ફોડતા હોય તો હંમેશા તેમની સાથે રહો કેમકે દુર્ઘટના ઘટતાં કંઈ વાર નથી લાગતી.

* માણસાઈ ખાતર તો આપણે રસ્તા પર ફરનાર ગાય, કુતરા અને અન્ય જાનવરને નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તેમને હેરાન કરવા એ માણસાઈ ખાતર સારી વાત નથી.

* દિવાળીના સમયે મીઠાઈ અને વ્યંજનોની ખુબ જ ધુમ રહે છે તો એ વાતનું પણ ધ્યાન રાખો કે ધનનો વધું પડ્તો અપવ્યય ન થાય.

* દિવાળીના સમયે બધી જ બાજુ ખુબ જ રોશની હોય છે પરંતુ તેનો વ્યય ઓછો કરો અને દિવા સળગાવો. દિવાના તેલ અને દિવાના ખર્ચથી નકામા ગભરાશો નહી.

તો આવો આપણે બધા ભેગા મળીને આટલો નિર્ણય કરીએ કે આ વર્ષે દિવાળીમાં ફટાકડા ઓછા ફોડીને પર્યાવરણને પ્રદુષણથી બચાવીશુ.