મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ફાધર્સ ડે
Written By
Last Updated : બુધવાર, 15 જૂન 2022 (10:39 IST)

ફાધર્સ ડે 2022- પપ્પા માટે આવુ કરવાથી દિવસ બનશે સૌથી વધારે ખાસ

fathers day
Happy Father's Day- જે પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો અમે તમને થોડી મદદ કરીએ.
 
-એક સરસ મજાનું કાર્ડ આપો. આમ તો બજારમાં ઘણાં તૈયાર કાર્ડ મળે છે પણ તમે તમારા હાથથી બનાવીને જે કાર્ડ આપશો તે જોઈને તેમને વધુ આનંદ મળશે.
 
-તે દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.
 
-તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.
 
-અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.
 
આજના આ બદલતા જમાનામાં બાળકોને વધુ સારુ શિક્ષણ આપવા માટે પિતા વધુને વધુ મહેનત કરે છે. જે બાળકોના ભવિષ્ય તેઓ માટે આખો દિવસ બહાર રહે છે એ બાળકો 
 
સાથે સમય વિતાવવાનો તેમની પાસે આજે સમય નથી. તો આજે અપણે આપણા પિતાજી સાથે આજે પૂર્ણ દિવસ વિતાવી અને તેમનુ આપણી જીંદગીમાં કેટલુ મહત્વ છે તે સમજીએ.