શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By કલ્યાણી દેશમુખ|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:41 IST)

ફેંગશુઈ પ્રમાણે તમારો બેઠક ખંડ

- કિચન અને બેઠક ખંડને જોડાયેલુ ન રાખો અને હોય તો પાર્ટીશન દ્વારા અલગ કરી દો.

- બેઠક ખંડમાં ફર્નિચર એવી રીતે મુકો કે સમ્માનનીય અતિથિનો ચહેરો દ્વારની તરફ રહે. બેઠક ખંડને ફર્નીચરથી ભરી ન દેવું જોઈએ. ઓરડામાં ટીવીને બહુ મહત્વ ન આપો. ટીવી કેબિનેટમાં મૂકવું જોઈએ. ઓરડાને ચિત્રો અને આભૂષણોથી શણગારવું જોઈએ

- બેઠક ખંડને હંમેશા સારા ચિત્રોથી સજાવો. ફેંગશુઈમાં ચિત્રો (પેંટિંગ્સ) ની પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ફૂલો નાં ચિત્ર સંપન્નતાના પ્રતીક હોય છે, તેમ જ કબૂતરની જોડીને શાંતિનો પ્રતીક માનવામાં આવે છે. ઉત્તરની તરફ દોડતા નૌ ઘોડાના ચિત્રને ઓરડાની પશ્ચિમી દિવાલ પર લગાવવાથી વિકાસ અને પ્રગતિ નિરંતર થતી રહે છે

- બેઠક ખંડને સાફસુથરુ રાખવા હંમેશા કારપેટ બિછાવી રાખો. એવા કારપેટનું ચયન ન કરો, જેની ડિઝાઇન અને પેટર્ન જટિલ હોય, કારણ કે આ ભ્રમિત ઊર્જાનું કારણ બની શકે છે. પોતાની દિવાલ માટે તમે જે પણ રંગનું ચયન કરો, પોતાના કારપેટ અને ફર્નીચરને તેની અનુસાર જ સમાયોજિત કરો.