મંગળવાર, 6 ડિસેમ્બર 2022
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

મનની ઈચ્છા પૂર્ણ કરો ક્રિસ્ટલ દ્વારા

PARULW.D

ફેંગશુઈ પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઘરમાં વ્યક્તિઓ વચ્ચે સારા અને સુમેળભર્યા સંબંધો બાંધવા માટે ક્રિસ્ટલ ઘણો ઉપયોગી નીવડે છે. વળી એવું પણ માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં તમારી પુત્રીના લગ્ન જલ્દીથી ન થતાં હોય તો તેમાં પણ ક્રિસ્ટલ ઘણો ફાયદાકારક સાબિત થાય છે.

ક્રિસ્ટલને ઘરની અંદર લગાવતાં પહેલાં તેને શુધ્ધ કરવો પડે છે કેમકે તેની અંદર જે કોઈ પણ નકારાત્મક શક્તિઓ હશે તે તેને દુર કરવી પડે છે. તે માટે સૌથી પહેલા મીઠાના પાણીમાં તેને એક અઠવાડિયા સુધી બોળી રાખો અને ત્યાર બાદ તેને બહાર કાઢીને શુધ્ધ પાણીથી ધોઈ લો.

હવે તમે આને તમારા ઘરની અંદર દક્ષિણ- પશ્ચિમ ખુણામાં અથવા તમારી પુત્રીના બેડરૂમમાં
લગાવી દો. આનાથી તમારી પુત્રીના લગ્ન જલ્દી થઈ જશે. આ ક્રિસ્ટલને લગાવતાં પહેલાં તેને તમારા હાથમાં રાખીને તમારી જે ઈચ્છા હોય તેની કલ્પના કરો.

ત્યાર બાદ તેને તમારા ઘરના લીવીંગ રૂમમાં અથવા તમારી પુત્રીના બેડરૂમમાં લગાવી દો.