સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By નઇ દુનિયા|

ઘર અને ઓફીસની શોભા વધારતો વાંસ

N.D
ઘર અને ઓફીસને સજાવવા માટે આજકાલ કેટલાયે પ્રકારના છોડ બજારમાં મળે છે. આમાં લકી વાંસનો પણ સમાવેશ થાય છે. તાજા લીલા લકી વાંસને ચલણ અનુસાર સજાવટની સાથે સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

સજાવટી કાચના વાસણમાં મળતા આ છોડ કેટલાયે સુંદર આકારોમાં જોવા મળે છે. આની સૌથી સારી ખાસિયત તે છે કે આને માટી વિના પાણીમાં પણ ઉગાડી શકાય છે. આ છોડ પાણી વડે જ સ્વસ્થ્ય રહે છે. આ છોડની નાની નાની દાંડીઓને એકસાથે બંડલ બનાવીને બાંધી દેવામાં આવે છે અને તેને સુંદર આકાર આપવામાં આવે છે. આ છોડની કિંમત તેની આકૃતિ પર નિર્ભર રહેલી હોય છે.

આ છોડ ડ્રેસીના પ્રજાતિનો છે જેનું વાનસ્પતિક જગતમાં નામ છે ડ્રેસીના સેંડેરિયાના. ખાસ કરીને આ છોડ ભારતમાં જોવા મળતો નથી. વાંસને વધવા માટે સુર્યના કિરણોની કોઈ જ જરૂરત હોતી નથી. એટલા માટે ઘરના કોઈ પણ ખુણામાં મુકેલો આ વાંસ તેની જાતે જ આપણું ધ્યાન તેની તરફ આકર્ષિત કરે છે. આ છોડની વધારે પડતી સાર સંભાળ રાખવાની જરૂરત નથી પડતી કેમકે આ છોડ એક વર્ષ દરમિયાન માત્ર ચાર ઈંચ જેટલો જ વધે છે. આ છોડ નોન ટૉક્સિક છે અને પાળતુ પ્રાણીઓ અને બાળકો માટે પણ એકદમ સુરક્ષિત છે.

એવું માનવામાં આવે છે કે આ ઘર-આંગણની લીલોતરીમાં વધારો કરીને તેમાં ચાર ચાંદ લગાવનાર આ છોડ ડ્રેસીના સેડેરિયાનાથી ઘરના લોકોનું નસીબ પણ ચમકી જાય છે. ફેંગશુઈને અનુસાર આ છોડ ધાતુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જંગલના તત્વોમાં સંતુલન પેદા કરે છે. ફેંગશુઈના વિદ્વાનોનું માનવું છે કે લકી વાંસ ઘર કે ઓફીસના વાતાવરણમાં સતુલન પેદા કરે છે અને આ ગુડલક અને પ્રગતિનું પ્રતિક છે. ફેંગશુઈને પદ્ધતિને અનુસાર આ છોડ ઘરમાં રહેનારા લોકો માટે મૂડ બુસ્ટરનું કામ પણ કરે છે કેમકે આની સકારાત્મક ઉર્જા ઘરના વાતારવણને જીવંત બનાવી રાખે છે. આ બંડલને બાંધવા માટે રેડ રિબીનનો ઉપયોગ કરવામાં આવે છે જે અગ્નિ તત્વનું સકારાત્મક રૂપમાં પ્રતિનિધિત્વ કરે છે.