મંગળવાર, 23 સપ્ટેમ્બર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

ચાર જાનવરોનું મહત્વ

ચાર જાનવરોનું મહત્વ
W.D

ઘરના નિર્માણમાં ચીનવાસીઓનો એવો વિશ્વાસ છે કે ફેંગશુઈના દ્રષ્ટિકોણથી દક્ષિણમુખી ભૂખંડ સર્વોત્તમ અને શુભ માનવામાં આવે છે. દક્ષિણમુખી ઘરની સામે વધારે ખુલ્લી જગ્યા ચીની જળવાયું અનુસાર ઉત્તમ માનવામાં આવે છે કેમકે ગ્રીષ્મમાં દક્ષિણ તરફથી વહેતી હવા સારી અને ઉત્સાહવર્ધક સમજવામાં આવે છે. આનાથી ઉલટું કે તે મકાન જેનો મુખ્ય દ્વાર ઈશાનમાં આવેલ હોય તેને અશુભ માનવામાં આવે છે. કેમકે ઉત્તર તરફથી પ્રવાહીત વાયુ પોતાની સાથે મોંગોલીયોથી પીળી ધૂળ લઈને આવે છે.

ચીનીઓની માન્યતા છે કે ઘરની બહાર ચારે દિશાઓમાં ચાર જાનવર વિદ્યમાન રહે છે જે ઘરની સુરક્ષા કરે છે.

આ ચાર જાનવર- કાળો કાચબો, લાલ પક્ષી, સફેદ વાઘ તેમજ લીલો ડ્રેગન. કાળો કાચબો ઉત્તર દિશા, લાલ પક્ષી દક્ષિણ દિશા, સફેદ વાઘ પશ્ચિમ દિશા તેમજ લીલો ડ્રેગન પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે.

કાળો કાચબો લાલ પક્ષી કરતાં ઉંચો હોવો જોઈએ એટલે કે મકાનની પાછળની ભૂમિ સામેની ભૂમિ કરતાં થોડીક ઉંચી હોવી જોઈએ જેથી કરીને તે ઘરની અંદર રહેનારાઓની રક્ષા અને સહાયતા કરી શકે.

મકાનનો પાછળનો ભાગ નીચો ન હોવો જોઈએ. અહીંયાથી ચી ખુબ જ ઝડપથી બહાર નીકળી જાય છે જેના લીધે વ્યાપારમાં નુકશાન થવાની સંભાવના રહે છે.

મકાનની ડાબી બાજુ સફેદ વાઘ અને જમણી બાજું લીલા ડ્રેગનનું પ્રતિક માનવામાં આવે છે. લીલો ડ્રેગન સફેદ વાઘ કરતાં ઉંચો હોવો જોઈએ એટલે કે ડાબા ભાગની ભૂમિ જમણા ભાગની ભૂમિ કરતાં ઉંચી હોવી જોઈએ.