શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By કલ્યાણી દેશમુખ|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:40 IST)

પિરામિડ દ્વારા જીવનમાં ખુશી લાવો

પિરામિડ યંત્ર કોઈ ત્રુટિ નાં પ્રભાવને ન્યૂનતમ કરી દે છે અને આનો ઉપયોગ પોતાની કોઈ મનોકામનાની પૂર્તિ માટે પણ કરવામાં આવે છે. પિરામિડ સકારાત્મક ઊર્જા આપે છે. ઊર્જાને ન તો બનાવી શકાય છે અને ન તો તેને નષ્ટ કરી શકાય છે. કોઈ નકારાત્મક વાતાવરણમાં રાખવા પર પિરામિડ નકારાત્મક કંપનને સકારાત્મક કંપનમાં બદલી દે છે અને આવી રીતે સારો ઉકેલ આપે છે

- નૌ ઇંચનો પિરામિડ પ્રતીક દોષો નાં સમાધાન માટે સૌથી શક્તિશાળી રીત છે. શ્રેષ્ઠ પરિણામો માટે આને દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પૂર્વ રેખામાં મૂકવું જોઈએ

- પિરામિડનો ઉપયોગ નકારાત્મક ઊર્જાને અવશોષિત કરવા માટે કરવામાં આવે છે. પિરામિડ, ઊર્જા નાં સ્વરૂપને બદલવા વાળો હોય છે. પોતાની સ્થિતિ પર નિર્ભર ન રહેતા પિરામિડથી નિકળવા વાળી ઊર્જા સમાન રહે છે. પિરામિડની શક્તિ ક્ષીણ નથી થતી. પિરામિડનો શીર્ષ ભાગ ગરમ અને સકારાત્મક પ્રકારની ઊર્જા આપે છે, તેમજ નીચેનો ભાગ ઠંડી અને નકારાત્મક પ્રકારની ઊર્જા આપે છે

- નાઇન પિરામિડ પ્લેટનો ઉપયોગ વાતાવરણથી વધારે સકારાત્મક ઊર્જા ખેંચવા અને સકારાત્મક ઝોનનું નિર્માણ કરવા તથા કોઈ ત્રુટિ નાં પ્રભાવને ન્યૂનતમ કરવા માટે કરવામાં આવે છે. આ નૌ પિરામિડ પ્લેટો નૌ ગ્રહોનું પ્રતીક છે, જેનો આપણા જીવન પર ખૂબ ઉંડો પ્રભાવ થાય છે. આ પ્લેટનો ઉપયોગ કરી તમે ઘણું સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો