મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

ફેંગશુઈ અને છોડ

NDN.D

ખુબ જ સુંદર વૃક્ષો, છોડવાઓ, સુંદર ફૂલો કોને નથી ગમતાં? પરંતુ વધારે પડતાં લોકો આના વિશે ફક્ત વિચારે જ છે કરતાં કઈ જ નથી. દરેક ઘરની આગળ થોડી ઘણી જગ્યા ગાર્ડનિંગ માટે તો હોય જ છે. પરંતુ ઘણી વખત આ જ્ગ્યા એમ જ કોઈ પણ ઉપયોગ વિના પડી રહે છે. જરા વિચારો થોડીક મહેનત અને અક્કલનો ઉપયોગ કરવામાં આવે તો તમારૂ ઘર હર્યું ભર્યું બની શકે છે. આ હરિયાળી તમને પ્રકૃતિ પ્રેમનો ખિતાબ અપાવશે તે તો અલગ.

ગાર્ડન બનાવવા માટે જરૂરી છે કે સૌથી પહેલાં તમે તેની જ્ગ્યા નક્કી કરો. જો તમે તમારા ઘરના આંગણની વચ્ચે જ ગાર્ડન બનાવવા માંગતાં હોય તો જગ્યાને માપી લો. કેટલા ભાગાની અંદર ગાર્ડન રહેશે? કેટલી જ્ગ્યા ખાલી છોડવામાં આવશે તે બધું નક્કી કરી લો. હવે સીઝનના અનુસાર મનપસંદ ફૂલોની પસંદગી કરો. ગાર્ડનને પોતાની ઈચ્છાને અનુસાર 2 કે 3 ભાગની અંદર વહેંચી દો. હવે આ ભાગોની અંદર અલગ અલગ પ્રકારના ફૂલ લગાવો તો એ સુંદર લાગશે. ગાર્ડનની વચ્ચે જો તમે ઈચ્છો તો ગુલમહોર, લીમડો કે આંબો પણ લગાવી શકો છો.

આ વૃક્ષો સ્વાસ્થ્ય માટે તો સારા હોય જ છે પરંતુ તેની સાથે સાથે ગરમીમાં તાજી હવા માટે આનાથી સારો કોઈ જ ઉપાય નથી. નાની નાની ક્યારીઓ બનાવ્યાં બાદ બાકી બચેલ જમીન પર લોન લગાવી દો.

ક્યારેય પણ બીજને આમતેમ ન વિખેરશો તેને સરખી રીતે લગાવી દો જેથી કરીને તેમાંથી મોટા છોડ બને ત્યારે તે વિચિત્ર ન લાગે. બે છોડની વચ્ચે હંમેશા અંતર રાખો જેથી કરીને છોડના મૂળ સરળતાથી પ્રસરી શકે. તમે જ્યારે પણ ગાર્ડન બનાવો ત્યારે તમારા ઘરને ધ્યાનમાં રાખીને બનાવો.

ગાર્ડન બનાવવાનો અને છોડ ઉગાડવાનો એક ફાયદો એ પણ છે કે તે ફેંગશુઈના પ્રભાવને વધારી દે છે. ફેંગશુઈ પ્રમાણે સ્વસ્થ્ય અને મજબુત છોડ તમારા ઘરની અંદર ખુશી લાવે છે અને ઘરના દરેક ખુણાને ઉત્સાહથી ભરી દે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વૃક્ષો જૈવિક તત્વો અને તેજને ખુબ જ શક્તિશાળી રૂપની અંદર સંચારિત કરે છે અને નકારાત્મક પ્રભાવોને દૂર કરી દે છે. એટલા માટે ઘરની બહારના ખાલી ભાગમાં છોડ લગાવી દેવા જોઈએ.

વૃક્ષો ધ્વનિ અને વિકિરણોને પણ પ્રભાવશાળી ઢંગથી અવશોષિત કરી લે છે. દિવાલ પર ચઢવાવાળી વેલો જેને ક્લાઈમબર્સ કહેવામાં આવે છે જેવી રીતે કે 'મની પ્લાંટ' તેને ખુણામાં લગાવીને તે જ્ગ્યાની ઉદાસીનતા ઓછી કરી શકાય છે. ઘરના દક્ષિણ-પૂર્વ ખુણાને ધન અને સમૃધ્ધિનો ખુણો માનવામાં આવે છે એટલા માટે અહીં પહોળા પાનવાળા છોડ લગાવવા જોઈએ.

કરમાઈ ગયેલા અને સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડવાઓને તુરંત જ દૂર કરી દો. ઘરની સામે કાંટાળા અને અણીદાર પાનવાળા છોડ ક્યારેય પણ ન રાખશો. આ થોડીક વાતોને તમે અજમાવીને ફેંગશુઈનો વધારે ફાયદો ઉઠાવી શકો છો.