દરેક વ્યકિતનુ એક સપનુ હોય છે કે તેનુ પોતાનુ પણ એક ઘર હોય. ઘરમાં જે શાંતિ અને હાશ ! મળે છે તે આલીશાન હોટલોમાં પણ નથી મળતી. કેટલીવાર એવુ થાય છે કે આપણે ઉતાવળે કોઈ ઘર ખરીદી તો લઈએ છીએ પણ તેમ છતાં આપણને તે ઘરમાં જોઈએ તેવી ખુશી નથી મળતી અથવા તો ઘર ખરીદ્યા પછી જીવનમાં કોઈ ને કોઈ આપત્તિ આવી જાય છે.
તમારા જીવનમાં આવી મુશ્કેલીઓ ન આવે તે માટે ફેંગશુઈ તમને બતાવે છે કેટલીક ધ્યાન રાખવા યોગ્ય બાબતો. તમે જ્યારે પણ મકાન ખરીદ્યો ત્યારે નીચેની બાબતોનો જરુર ખ્યાલ રાખો.
-ક્યારેય એવું મકાન ન ખરીદ્યો જેના મકાન માલિકે દેવાળિયા થવાના કારણે મકાન વેચ્યુ હોય. એવુ મકાન પણ ન ખરીદ્યો જેનો માલિક 40 વર્ષ પહેલા કોઈ અકસ્માતમાં મરી ગયો હોય. આ ઉપરાંત જો મકાનમાં એકથી વઘારે વારઆગ લાગી હોય તો ભવિષ્યમાં પણ આ ઘટના ફરી વાર થઈ શકે છે. એટલા માટે આવુ મકાન ખરીદવાથી બચવુ જોઈએ.-
-નવી સંપત્તિ ખરીદતી વખતે ત્યાં રહેવાવાળાઓનો ઈતિહાસ જાણી લેવો જોઈએ. જો તેમને એ ઘરમાં સુખમય જીવન ગાળ્યુ હશે તો તમારા જીવનમાં પણ સુખી રહેવાની સંભાવનાઓ રહે છે., જોતે મુશ્તેલીઓથી ધેરાયેલા હશે તો તેવું જ થાય છે કારણ કે ઈતિહાસ પોતાનુ પુનરાવર્તન કરે છે.
-એવી મકાનની શોધ કરો જેની આસપાસ મેદાનના બદલે કોઈ વિશાળ પ્રર્વત અથવા ઈમારત હોય. અગ્નિ સિવાય કશુ પણ જે પર્વતની આકારમાં હોય તે સારુ માનવામાં આવે છે.
-ઘરેલુ પાઈપ સિવાયના ભૂગર્ભીય પાણીના પાઈપ જે પાછળથી આગળની તરફ સ્થિત હોય અને તે મુખ્ય દરવાજાની બરાબર નીચે હાજર હોયુ તો તે ઘરના આર્થિક સ્ત્રોતોને સળંગ ઓછા કરી શકે છે. તમે આ સમસ્યાનો ઉકેલ ન કરી શકતા હોય તો બીજુ ઘર જોવુ સારુ.