બુધવાર, 17 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

રોપાથી વધારો ઘરની શોભા

વાસ્તુ અને ફેંગશુઇમાં વૃક્ષોનું મહત્વ ખુબ જ આંકવામાં આવ્યું છે. ફેંગશુઇમાં તેનું કેટલુ મહત્વ છે અને ફેંગશુઇ પ્રમાણે કયા કયા છોડ આપણને ઉપયોગી છે અને કયા કયા છોડ લગાવવા જોઇએ, ક્યાં લગાવવા જોઇએ વળી તેનાથી શું ફાયદાઓ થાય છે તે વિશે અહી થોડી ટુંકમાં માહિતી આપી છે.
W.DW.D

* ફેંગશુઇ પ્રમાણે ઘરના મુખ્ય દ્વારની સામે કદાપી પણ વૃક્ષ લગાવવું જોઈએ નહી.

* વળી જો કોઇ ઝાડનું પ્રાકૃતિક સ્વરૂપ બદલાય તો તેનાથી બચવું જોઇએ.

* જો તમારા ઘરનો લીવીંગ રૂમ અને રસોડું જોઇન્ટ હોય તો તેની વચ્ચે તમે પાર્ટીશન કરવા માટે રોપાઓ અને વેલાઓનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા ઘરમા ઇનડોર પ્લાન્ટ પણ આવી જશે અને તમારુ ઘર બધા કરતાં અલગ દેખાશે.

* જો તમારે રસોઇ ઘરમાં કોઇ રોપા લગાવવા હોય તો તેને માટે જડીબુટ્ટીઓના રોપા શ્રેષ્ઠ છે. તો તમે જડીબુટ્ટીઓના રોપાઓને તમારા રસોડામાં રાખીને તમારા ઘરની શોભા વધારી શકો છો અને વળી પાછુ અમુક બિમારીમાં તે રોપાઓ પણ કામ લાગી શકે છે આ રીતે બે તરફ કામ થઇ શકે છે.

* હા એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા ઘરમાં કે તેની આસપાસ પણ કોઇ જ સુકાયેલું ઝાડ કે રોપાઓ ક્યારેય ન હોવા જોઇએ. તે નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરે છે.

* વાંસના ઝાડને દીર્ધાયુ આપવાવાળો માનવામાં આવે છે તો તમે તેને પણ તમારા ઘરની આસપાસ લગાવી શકો છો. હા પરંતુ તેને હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ લગાવવો જોઇએ. ઘરમાં રાખવા માટે પણ વાંસનાં નાના છોડ મળે છે જે ફક્ત ઘરની અંદર જ લગાવવામાં આવે છે તો તમે તેને પણ ઘરમાં રાખી શકો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરશે.

* ઘરમાં કદી પણ કાંટાવાળા રોપાઓ ન રાખવા જોઇએ તે તમારી સમૃધ્ધીમાં રુકાવટ ઉત્પન્ન કરે છે.