ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By

ફેંગશુઈ ટિપ્સ : એક્વેરિયમથી ભાગ્ય ચમકાવો

એક્વેરિયમ ફક્ત ઘરની આંતરિક સજ્જાનુ જ સાધન નથી. આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. ચીનના વાસ્તુ વિજ્ઞાનના આ તથ્યને જાણ્યુ અને ઘરમાં સકારાત્મક ઉર્જા અને ભાગ્ય વૃદ્ધિ માટે એકવેરિયમનો પ્રયોગ કરવા લાગ્યા.

ફેંગશુઈ માછલીઓને ભાગ્યનુ પ્રતિક માને છે. તેનુ ઘરમાં હોવુ ભાગ્યને બળ પ્રદાન કરે છે. એવી માન્યતા છે કે ફેંગશુઈ માછલીઓ કોઈપણ સંકટને પહેલાથી જ સૂંઘી લે છે. જો કોઈ સમસ્યા આવવાની છે તો માછલીઓનો વ્યવ્હાર એકદમ બદલાય જાય છે.

અક્વેરિયમમાં મુકવા માટે અખના, ફ્લોવર હાર્ન, ડ્રેગન કાર્પ અને ગોલ્ડ ફિશને શુભ માનવામાં આવે છે અખના માછલી લાલ, સોનેરી, સિલ્વર અને લીલા રંગની હોય છે. આ ભાગ્યની સાથે ઉત્તમ સ્વાસ્થ્ય, ઉન્નતિ, પ્રસન્નતા ધન અને શક્તિનુ પ્રતિક હોય છે. ઘરમાં રહેલા અનેક વાસ્તુદોષને દૂર કરવામાં માછલી કારગર હોય છે.

ફ્લોવર હાર્ન માછલી પોતાની ચારે બાજુ એવુ વાતાવરણ ઉભુ કરે છે કે રોગથી પીડિત વ્યક્તિ પણ સામાન્ય અનુભવે છે. આ માછલીના ઉપર નાના નાના કાળા ધબ્બા હોય છે જે આ ઉન્નતિ અને ધનનુ પ્રતિક માને છે.

ડ્રેગન કાર્પ માછલીમાં ધારાના વિરુદ્ધ વહેવાની ક્ષમતા હોય છે. આ માછલી મુશ્કેલીમાં અડગ રહેવાનો ગુણ પ્રદાન કરે છે. આ મહત્વાકાંક્ષાને પૂરી કરનારી માછલી માનવામાં આવે છે.
 
P.R


ગોલ્ડ ફિશ માછલી સકારાત્મક ઉર્જા માટે શ્રેષ્ઠ હોય છે. તેની સાથે કે બ્લેક ફિશ જરૂર મુકવી જોઈએ. આ ભાગ્યના અવરોધને દૂર કરવામાં મદદરૂપ હોય છે.