શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Modified: સોમવાર, 14 ઑક્ટોબર 2019 (18:11 IST)

વાસ્તુ ટિપ્સ - ધનના દેવતા કુબેરની દિશામાં મુકો તિજોરી, પાણીની ટાંકીમાં મુકો ચાંદીનો કાચબો

વાસ્તુની નાની-નાની ટિસ્પ આપણા ઘરના વાસ્તુ દોષ ઓછા કરવા ઉપરાંત આપણી લાઈફમાંથી તનાવ પણ ઘટાડે છે. ઘરની ઉત્તર દિશા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.  આ દિશાના દોષને ઓછો કરવા માટે નીચે આપેલ ઉપાય કરી શકો છો. 
 
1. ઉત્તર દિશામાં આમળાનુ ઝાડ કે તુલસીનો છોડ લગાવો. 
2. પાણીની ટાંકીનુ સ્થાન ઉત્તર દિશામાં હોવુ જોઈએ.   પાણીની ટાંકીમાં ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો મુકો. 
3. ફિશ એક્વેરિયમને ઘરની ઉત્તર દિશામાં મુકવો જોઈએ. 
4. કુબેરની દિશામાં હોવાને કારણે ઉત્તરમાં તિજોરી રાખવુ શુભ રહે છે. 
5. ઉત્તર દિશામાં આસમાની રંગનો પિરામિડ મુકવાથી સંપત્તિનો લાભ થાય છે. 
6.ઉત્તર દિશામાં કાંચનો મોટો બાઉલ મુકો અને તેમા ચાંદીન સિક્કો નાખી દો. 
7. પૂર્વ ઉત્તર ખૂણામાં ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ મુકીને પૂજા કરો 
8. ઘરના પૂર્વ ઉત્તર ખૂણામાં કચરો ન મુકો 
9. આ દિશાની દિવાલો પર કોઈ નકારાત્મક ચિત્ર ન લગાવો 
10. ઘરની ઉત્તર દિશાની દિવાલોનો રંગ આસમાની હોવો જોઈએ.