શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (00:02 IST)

Feng Shui Tips: ફેંગશુઈની આ સહેલી ટિપ્સ બદલી નાખશે તમારુ જીવન, ધન ધાન્યની નહી રહે કમી

feng shui
ઘરમાં વિંડ ચાઈમ લગાવો - પ્રોગ્રેસ માટે ઘરના દરવાજા પર વિંડ ચાઈમ લગાવવી જોઈએ. આવુ કરવાથી તમાર આ વેપારમાં વૃદ્ધિથશે અને દરેક તરફથી પોઝીટીવ એનર્જી આવશે. સાથે જ તમને ધન લાભ પણ થશે. 
 
વાંસનો છોડ 
 
ફેંગશુઈ અનુસાર જો તમે જીવનમાં પૈસાની કમી અનુભવી રહ્યા છો તો તેને દૂર કરવા માટે ઘરમાં વાંસનો છોડ લગાવવો જોઈએ. ફેંગશુઈ અનુસાર, છ વાંસની ડાળખી ધરાવતો છોડ ધન અને સમૃદ્ધિને આકર્ષે છે. આ ઉપાયથી તમારા પૈસા પણ પાછા મળી જશે. આ ઉપરાંત  જો તમે આર્થિક તણાવથી પરેશાન છો તો તેનાથી પણ તમને રાહત મળશે.
 
લાફિંગ બુદ્ધા 
 
લાફિંગ બુદ્ધા સુખ, સંતોષ અને સમૃદ્ધિનુ પ્રતિક છે. ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ લગાવવી ખૂબ શુભ માનવામાં આવે છે. કારણ કે આ તમારા જીવનના બધા દુખ દૂર કરી શકે છે. 
 
ફેગશુઈ દેડકો 
 
ફેંગશુઈના મુજબ જો તમારા જીવનમાં આર્થિક પ્રગતિ ઈચ્છો છો તો ફેંગશુઈ દેડકો રાખવો તમારે માટે શુભ સાબિત થશે. ફેંગશુઈ દેડકો ધનના આગમનના રસ્તા પણ ખોલે છે. 
 
વેલ્થ શિપ 
 
ફેગશુઈમાં વેલ્થ શિપનુ ખૂબ વધુ મહત્વ છે. આર્થિક લાભ અને સમૃદ્ધિ માટે તમે વેલ્થ શિપને તમરા ઘર કે ઓફિએસની ઉત્તર પશ્ચિમ દિશામાં મુકો. આવુ કરવાથી એકત્ર કરેલા ધનમાં વૃદ્ધિ થાય છે.