સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Updated: સોમવાર, 23 એપ્રિલ 2018 (17:44 IST)

ઘરમાં લગાવો આ છોડ, ચુંબકની જેમ ખેંચી લાવશે પૈસા (See video)

દરેક વ્યક્તિ વધુથી વધુ ધન કમાવવા માંગે છે. જે માટે તે ખૂબ મહેનત પણ કરે છે. પણ તેમ છતા પણ તેની જરૂરિયાતો પૂરી થતી નથી. લોકો આર્થિક તંગીને દૂર કરવા માટે વાસ્તુ અને જ્યોતિષના અનેક ઉપાય કરે છે. અહી સુધી કે મની પ્લાંટ પણ લગાવે છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે ઘરમાં ક્રાસુલાનો છોડ લગાવવાથી ધનમાં વધારો થાય છે. ફેંગશુઈમાં આ છોડનું ખૂબ મહત્વ છે. 
 
ફેંગશુઈ શાસ્ત્રમાં ક્રાસુલાને પણ મની પ્લાંટની જેમ જ મની ટ્રી કહેવામાં આવે છે.  આ છોડને ઘરમાં મુકવાથી તે ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે. 
 
આ છોડ નાનો મખમલી અને ઘટ્ટ લીલા રંગનો હોય છે.  તે ખૂબ જ જલ્દી ફેલાય છે.  આ સાથે જ આ છોડને પાણીની જરૂર પણ ખૂબ ઓછી પડે છે.  
 
આ છોડને કોઈ કુંડા કે જમીનમાં લગાવ્યા પછી તે આપમેળે જ ફેલાય છે.  તેને લગાવવા માટે વધુ મહેનતની જરૂર નથી. આ છોડને તડકામાં કે છાયડામાં ગમે ત્યા મુકી શકાય છે. 
 
એવુ માનવામાં આવે છે કે આ છોડને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે. તેને ઘરના મુખ્યદ્વારની જમણી બાજુ લગાવવાથી ઘરમાં પૈસાનો વરસાદ થવા માંડશે.