બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By કલ્યાણી દેશમુખ|

મારા મિત્રો મારા પુસ્તકો

N.D
મારા પ્રિય મિત્રો મારા પુસ્તકો છે
જેમણે મારા જીવનને જ્ઞાનથી ભર્યુ છે

હું હતી એક ખાલી ખોખું
તેમણે મગજ મારું વિવિધતાથી ભર્યુ છે

જ્યારે હું અટવઈ દુનિયાની અટકળોમાં ત્યારે
તેમણે ગુરૂ બનીને મને રાહ બતાવી છે

પુસ્તકોના રંગબેરંગી શબ્દોથી જીવન મારુ રંગાયુ છે
મેં ભલે તેમને કંઈ ન આપ્યુ પણ તેમણે મારું જીવન ઉજાળ્યુ છે

તેમનુ આ કર્જ ઉતારુ, તેમને પણ બદલામાં કાંઈક આપુ
પણ એ તો છે ગુરૂના ગુરૂ, તેમને બસ આપવામાં જ આનંદ આવે છે.