શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By ગજેન્દ્ર પરમાર|

મિત્રો શું કહે છે આ દિવસે........

''મિત્રતા એક અનોખો સંબંધ છે. દરેક માણસ પોતાના જીવનમાં મિત્રો બનાવે છે. પણ સાચા મિત્રો ઘણા ઓછાને મળે છે. મિત્ર એટલે જેની સાથે આપણે આપણા દુઃખ દર્દ વહેચવા અધિરા હોઈએ. જે આપણા જીવનની સુખદ ઘટનાને બમણા આનંદથી ઉજવે અને આપણા દુઃખમાં આપણને ટકી રહેવાની અને દુઃખનો સામનો કરવાની પ્રેરણા પૂરી પાડે. મિત્રો આપણને આપણ સગાવ્હાલા કરતા પણ વધારે વ્હાલા લાગે છે.. મિત્રને કશી કહેવાની જરૂર ન પડે અને તે સમજી જાય અને આપણી જરૂરીયાતને સમજે. બસ મિત્ર એટલે કંઈક અનોખો જ સંબંધ... આપણી પસંદ પ્રમાણે આપણે બીજો કોઈ સંબંધ મેળવી ન શકીએ પરંતુ આજ એક એવો સંબંધ છે જેને આપણે પસંદ કરવાનો છે. ક્યારેય પણ ક્યાંક એવું બને કે એક શિષ્ટાચાર સાથે થયેલી વાતચીત મિત્રતામાં પરીણમે...
W.D

સમય સમયની વાત છે મિત્ર, આજે વિરહની રાત તો કાલે મિલનનો દિવસ થશે મિત્ર;
જોજનો દુર રહ્યા તો શુ થયું, એકવાર દિલથી સંભારી તો જો યાદોનો ધોધ લાવશુ મિત્ર,
મિત્ર પર દુઃખનું તાપ હશે તો, સુખના ખોબે જીણો જીણો વરસાદ થઈને આવશુ મિત્ર....''
તૃપ્તિ પી દવે, પત્રકાર, અમદાવાદ
------------------------------------------

''પલકો કી કતાર પર આકર રૂક ગઈ, ઔર હોટો સે ભી ઝાહીર ન હો શકી,
કિસીકે ગુમતે નજારો સે તુમ સમજી, શબ્દ કે ઠહેરજાને પર જાન શકી કે
યહ તો દોસ્તી હે..
W.D

મિત્રતા એ પારસમણી છે જેને પામતા જ જીવન સોનેરી બની જાય છે. કોલેજના એ મિત્રો સાથેના હસી મજાકના દિવસો, નાટકની પ્રેક્ટિસમાં થતા જલસા, પરીક્ષામાં સાથે મળીને આખા વર્ષનું ભણેલું એક કલાકમાં તૈયાર કરી નાખવાની રીત હજી યાદ આવે છે. તેમની સાથે વિતાવેલા અનોખા અને વિસ્મૃત દિવસો આજે પણ આંખોમાં પાણી બની તરવળે છે. બધા પોતપોતાના કામે છે છૂટા છવાયા છે, પણ ફ્રેંડશીપ ડેના દિવસે મળવાનો મોકો મળે છે જે અમારા માટે કોલેજના દિવસો પાછા લાવી આપે છે પણ એક દિવસ ખરેખર ઓછો પડે છે.''
ગુંજન મોદી, અમદાવાદ
-------------------------------
''દોસ્તી એ ઈશ્વર તરફ થી મળેલી અમૂલ્ય ભેટ છે. તેને હું ઈશ્વરનું બીજુ રૂપ માનુ છું. અને તે સાચુ પણ છે. દોસ્તીમાં કોઈ સીમા હોતી નથી પણ પ્રેમમાં જરૂર હોય છે. જેવી રીતે એક મા સો શિક્ષકની ગરજ સારે છે તેમ, એક સાચો દોસ્ત સો માર્ગદર્શકની ગરજ સારે છે. દોસ્તીના કરાર પર કોઈ હસ્તાક્ષરની જરૂર નથી પડતી. દોસ્તી એક સ્વર્ગની સુગંધ છે. તેમાં એક બે કરતા વધારે મિત્રોની હુંફ રહેલી હોય છે, અને જે હંમેશા એક ગુલાબની
W.D
ખુશ્બુની જેમ મહેકતી રહે છે. દુનિયામાં એક દોસ્તીની સાચી અને તટષ્ઠ વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. દોસ્તી ઘણી વાર ઓક્સિઝ્ન બનીને જીવનના અંતને પણ શરૂઆતમાં ફેરવી નાખે છે. માણસો મૃત્યુ પામે છે પરંતુ આ ધારા પર દોસ્તી હંમેશ માટે જીવંત રહે છે. જાણે કે તે અમૃત હોય તેમ... અને છેલ્લે દોસ્તી વગર જીવન અને આ દુનિયા અધુરી છે......''
મનીષ કાપડીયા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
---------------------------

''દોસ્તી આખરે શું છે ? એક જીવન જીવવાની કડી છે દોસ્તી.. દોસ્તી એક અહેસાસ છે જેમાં તે હંમેશા એક દોસ્તની હુંફ માંગે છે. જેની સાથેસાથે તે તેમાં વિશ્વાસ અને પ્રામાણિકતા પણ માંગી લે છે, જેના વગર દોસ્તી અધુરી છે. દુનિયામાં ઘણા બધા લોકો આવે છે ને જાય છે પણ જો તેમાં
W.D
દોસ્તીનો સંગાથના હોય તો સઘળુ મિથ્યા છે. દોસ્તી જીવન જીવવા માટેની એક રાહ દોરે છે. જીંદગીની અનેક સમસ્યાઓનો ઉકેલ તે લાવી આપે છે. દોસ્તી એક પ્રાણ વાયુ સમાન છે. જેમ ઔષધિ રોગોને દુર કરે છે તેમ દોસ્તી દોસ્તોના જીવનમાંથી મુશ્કેલીઓના અંધારાને દૂર કરી ખુશીઓની શુભ સવાર લાવે છે. કોઈને પણ પુછો કે તમારે મિત્ર છે? ના જવાબ દુનિયાનો બદનશિબ માણસ જ આપી શકે. ખરેખર તો સાચી મિત્રતાનું મુલ્યાંકન કરવું અઘરૂ છે.'' હર્ષા ઠાકુર,અમદાવાદ

--------------------------

W.D
''દોસ્ત એ હોય છે જે સમસ્યાઓમાં સાથે રહે અને તમરી સથે હસે અને તમારી સાથે રળે.સારા કામ માટે તમને પ્રોત્સાહન કરે અને ખરાબ કાર્ય કરતા તમને અટકાવે. દોસ્ત એવો અહેસાસ છે જે સહરાથી ભરેલી જીંદગીમાં હરીયાળી બની રહે. દોસ્ત એ નથી જેના કારણે આંખોમાં આંસુ આવે પણ દોસ્ત તો એ છે જેના માટે પોતાની આંખો પાણીથી ભરાઈ આવે. જો જીવનમાં દોસ્ત હોય તો નર્ક પણ સ્વર્ગ સમાન છે. અને સ્વર્ગ જેવી જીંદગીમાં એક દોસ્ત ન હોય તો તે નર્ક જેવું લાગે છે. છેલ્લે, કેટલાંક સંબંધો ઈશ્વર બનાવે છે જ્યારે કેટલાંક લોકો જાતે બનાવે છે. અને કેટલાંક લોકો વગર સંબંધે સંબંધો નિભાવી જાણે છે જેને દોસ્તી કહેવાય છે...''
રાજેશ ઠાકુર, એમ.એ. સાયકોલોજી, સી.યુ.શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ