શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

April Fools’ Day 2022- એક એપ્રિલ ફૂલ્સ ડે આ મેસેજ અને સંદેશ

April Fools’ Day- એપ્રિલ ફૂલ્સ ડે
આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે રમૂજભરી ટિખળ કરે છે. સામાન્ય રીતે આ ટિખળમાં સામી વ્યક્તિને મૂર્ખ બનાવવાનો કે છોભી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. પારંપરિક રીતે કેટલાક દેશોમાં આવી મજાક-મસ્તીનો દોર ફક્ત બપોર સુધી જ ચાલે છે: જેમકે, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા, જો કોઇ બપોર પછી આવી રમૂજ કરે તો તેનેજ "એપ્રિલ ફૂલ" કહેવામાં આવે છે પરંતુ બીજા દેશોમાં અને આપણા ભારતમાં પણ, આવી મજાક આખો દિવસ ચાલે છે.
આખી દુનિયા 1 એપ્રિલના દિવસને મૂર્ખ દિવસ (April Fools Day) તરીકે ઓળખે છે. આ દિવસે લોકો સ્કૂલ, કોલેજ, ઓફિસ અને ઘરમાં એકબીજાને બેવકૂફ બનાવવા માટેની ટ્રિક્સ અપનાવે છે અને કોઈ ફૂલ (Fool) બને તેનો ભરપૂર આનંદ ઉઠાવે છે. બાળકો હોય કે વડીલ, બધા ઉત્સાહથી ‘મૂર્ખ બનાવવાના મિશન’માં ભાગ લે છે