રવિવાર, 18 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 19 ઑક્ટોબર 2014 (16:41 IST)

જનરલ નોલેજ - જાણો કેવી રીતે બને છે ફટાકડા.. રોકેટ કેમ ઉપર જઈને ફુટે છે ?

જનરલ નોલેજ
દિવાળી પર જુદા પ્રકારના ફટાકડા લેવાનો શોખ તો તમને પણ હશે. બોમ્બથી લઈને રોકેટની જેવા વિવિધ પ્રકારના ફટાકડા લાવીને તમે તેનો આનંદ ઉઠાવો છો . પણ શુ ક્યારેય વિચાર્યુ છે એક રોકેટ હવામાં આટલી ઊંચાઈ નક્કી કર્યા પછી કેમ ફુટે છે.  કાનફોડ બોમ્બ આટલો મોટો અવાજ કેમ કરે છે. તેની પાછળ આખુ ગણિત અને રસાયણિક ક્રિયા હોય છે. જેની પ્લાનિંગ દિવાળી.ના અનેક મહિનાઓ પહેલા શરૂ થઈ જાય છે. ફટાકડા બનાવનારી કંપનીઓ અનૌ ગણિત સરકાર સુધી પહોંચાડવાનુ હોય છે. 
 
કેવી રીતે નક્કી થાય છે ઊંચાઈ 
 
રોકેટ અને સ્કાઈ શોટ્સમાં ગન પાવડરની જરૂર હોય છે. ગન પાવડરની માત્રા તેના સાઈઝના હિસાબથી માપવામાં આવે છે. જેટલી લંબાઈ રોકેટની હશે તેના ગુણ્યા-ભાગ કરીને ગન પાવડર મિક્સ કરવામાં આવશે. 6 ઈંચના રોકેટ માટે 2 ગ્રામ જેટલો ગન પાવડરની જરૂર પડે છે. ત્યારબાદ જેટલા ઈંચનુ રોકેટ તૈયાર કરવાનુ હોય તેના મુજબ ગન પાવડર નાખવામાં આવે છે.  
 
બારૂદમાં ગન પાવડર મિક્સ કરવામાં આવે છે. 
 
2 ગ્રામ ગન પાવડરને બારૂદમાં મિક્સ કરવામાં આવે છે. પછી તેના મિશ્રણને ઠોસ બનાવીને રોકેટમાં ભરવામાં આવે છે. તેમા એક સુતળી પરોવવામાં આવે છે. જ્યારબાદ આગ લગાડીને તેને સળગાવવાનુ કામ કરવામાં આવે છે.  ત્યાર એજઈને બારૂદમાં મિક્સ ગન પાવડરને આગ મળતા જ તે ઝટકો મારે છે જ્યારબાદ રોકેટ હવામાં જઈને ફુટે છે.