શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

shivaji maharaj
Chhatrapati Shivaji Maharaj Jayanti: શિવાજી મહારાજનો જન્મ ક્યારે થયો હતો?
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ પુણે નજીક આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું. છત્રપતિ શિવાજી મહારાજ એક યોદ્ધા અને મરાઠા રાજા હતા
 
છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો.
 
શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં અને ક્યારે થયો હતો?
 
છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક 1674માં રાયગઢ કિલ્લામાં થયો હતો.વાર્તા:
જ્યારે શિવાજી મહારાજે કહ્યું કે તેમને રાજ્યાભિષેક કરવાનો છે, ત્યારે આસપાસના બ્રાહ્મણોએ એમ કહીને ના પાડી દીધી કે રાજ્યાભિષેક માત્ર ક્ષત્રિય અથવા બ્રાહ્મણ દ્વારા જ થઈ શકે છે અને શુદ્ર દ્વારા નહીં. તે સમયે એવું માનવામાં આવતું હતું કે ભગવાન પરશુરામ દ્વારા મહારાષ્ટ્રના તમામ ક્ષત્રિયોનો નાશ થયો હતો, તેથી મહારાષ્ટ્રમાં કોઈ ક્ષત્રિય જાતિ ન હતી. ત્યારબાદ શિવજી મહારાજ કાશીથી ગાગાભટને લાવ્યા. ગાગાભટે સાબિત કર્યું કે શિવાજી મહારાજ સિસોદિયા રાજપૂતોના વંશજ હતા અને તેથી ક્ષત્રિય હતા અને રાજ્યાભિષેક તેમનો અધિકાર હતો. 

શિવાજી ની તલવાર
છત્રપતિ શિવાજી મહારાજ પાસે ત્રણ તલવાર હતી. તેમની પાસે 'ભવાની', 'જગદંબા' અને 'તુલજા' નામની ત્રણ તલવાર હોવાનું કહેવાય છે. 

Edited By-Monica Sahu