Last Updated:
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (11:57 IST)
છેવટે તેમણે ગાંધીની ખિસ્સા ઘડિયાળ ઉઠાવી અને ધીરેથી હલાવીને ગાંધીને યાદ અપાવવાનો પ્રયત્ન કર્યો કે તેમને મોડુ થઈ રહ્યુ છે. તેથી મણિબેને હસ્તક્ષેપ કર્યો અને ગાંધી જ્યારે પ્રાર્થના સભામાં જવા માટે ઉઠ્યા તો પાંચ વાગીને 10 મિનિટ થવા આવી હતી. ગાંધીએ તરત પોતાની ચપ્પલ પહેરી અને પોતાનો ડાબો હાથ મનુ અને જમણો હાથ આભાના ખભા પર મુકીને સભા તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં તેમણે આભા સાથે મજાક કરી.
ગાજરોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે આજે તે મને ઢોરને ખવડાવે તેવુ જમવાનુ આપ્યુ. આભાએ જવાબમાં કહ્યુ, "પણ બા તો આ ખોરાકને ઘોડાનો ખોરાક કહેતી હતી." ગાંધી બોલ્યા, "મારી દરિયાદિલી જુઓ કે હુ તેનો આનંદ ઉઠાવી રહ્યો છુ જેની કોઈ પરવા નથી કરતુ."
આભા હંસી પણ ટોકવાનુ પણ ન ભૂલી, "આજે તમારી ઘડિયાળ વિચારી રહી હશે કે તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે."
ગાંધી બોલ્યા, "હુ મારી ઘડિયાળ તરફ કેમ જોઉ." પછી ગાંધી ગંભીર થઈ ગયા, "તમારે કારણે મને 10 મિનિટ મોડુ થઈ ગયુ છે. નર્સનુ એ કર્તવ્ય હોય છે કે તે પોતાનુ કામ કરે ભલે ત્યા ઈશ્વર પણ કેમ હાજર ન હોય. પ્રાર્થના સભામાં એક મિનિટનું પણ મોડુ થાય તો મને ચિડ ચઢે છે."
આ વાત કરતા-કરતા ગાંધી પ્રાર્થના સ્થળ સુધી પહોંચી ચુક્યા હતા. બંને બાળકીઓના ખભા પરથી હાથ હટાવીને ગાંધીએ લોકોના અભિવાદનના જવાબમાં હાથ જોડી લીધા.
ડાબી બાજુથી નાથૂરામ ગોડસે તેમની તરફ નમ્યો અને મનુને લાગ્યુ કે તે ગાંધીના પગે પડવાની કોશિશ કરી રહ્યો છે. આભાએ ચિડાઈને કહ્યુ કે તેમને પહેલા જ મોડુ થઈ ચુક્યુ છે. તેમના રસ્તામાં અવરોધ ન ઉભો કરવામાં આવે. પણ ગોડસેએ મનુને ધક્કો માર્યો અને તેના હાથમાંથી માળા અને પુસ્તક નીચે પડી ગયા.
તે પુસ્તક અને માળા ઉઠાવવા માટે નીચે નમી ત્યારે જ ગોડસેએ પિસ્તોલ કાઢી અને એક પછી કે ત્રણ ગોળીયો ગાંધીજીના છાતી અને પેટમાં ઉતારી દીધી.