Last Updated:
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (11:57 IST)
તેમના મોઢામાંથી નીકળ્યુ, "રામ.." અને તેમનુ જીવનહીન શરીર નીચે તરફ પડવા લાગ્યુ. આભાએ નીચે પડી રહેલા ગાંધીના મસ્તકને પોતાના હાથનો સહારો આપ્યો. પછી નાથૂરામ ગોડસેએ પોતાના ભાઈ ગોપાલ ગોડસેને જણાવ્યુ કે બે છોકરીઓને ગાંધીની સામે જોઈને તેઓ થોડા પરેશાન થયા હતા.
તેમણે જણાવ્યુ હતુ.. "ફાયર કર્યા પછી મેં કસીને પિસ્તોલને પકડતા પોતાનો હાથને ઉપર ઉઠાવી રાખ્યો અને પોલીસ. પોલીસ.. બૂમો પડવા લાગ્યો. હુ ઈચ્છતો હતો કે કોઈ એ જુએ કે આ યોજના બનાવીને અને જાણીજોઈને કરવામાં આવેલુ કામ હતુ. મેં કોઈ રોશમાં આવીને આવુ કામ નહોતુ કર્યુ. હુ એવુ પણ નહોતો ઈચ્છતો કે કોઈ કહે કે મેં ઘટનાસ્થળ પરથી ભાગવાની કે પિસ્તોલ ફેંકવાની કોશિશ કરી હતી. પણ એકાએક બધુ જાણે થંભી ગયુ અને ઓછામાં ઓછા ત્રણ મિનિટ સુધી કોઈ મારી પાસે ફરક્યુ નહી."
નાથૂરામને જેવો પકડવામાં આવ્યો કે ત્યા હાજર માળી રઘુનાથે પોતાની ખૂરપીથી નાથુરામના માથા પર વાર કર્યો જેનાથી તેના માથામાંથી લોહી નીકળવા માંડ્યુ. પણ ગોપાલ ગોડસે પોતાના પુસ્તક 'ગાંધી વધ ઔર મેં' મા આ વાતનુ ખંડન કર્યુ. હા પણ તેમના પકડાયા પછી થોડી મિનિટોમાં જ કોઈએ લાકડીથી નાથૂરામના માથા પર ઘા કર્યો હતો જેનાથી તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યુ હતુ.
ગાંધીની હત્યાના થોડી જ મિનિટોમાં વાયસરૉય લોર્ડ ત્યા પહોંચી ગયા. કોઈએ ગાંધીનો સ્ટીલ રિમનો ચશ્મા ઉતારી દીધો હતો. મીણબત્તીની લાઈટમાં ગાંધીના નિષ્પ્રાણ શરીરને ચશ્મા વગર જોઈને માઉંટબેટન તેમને ઓળખી પણ શક્યા નહી.
કોઈએ માઉંટબેટનના હાથમાં ગુલાબની કેટલીક પંખડીઓ પકડાવી દીધી. લગભગ શૂન્યમાં તાકતા માઉંટબેટને તે પાંખડીઓ ગાંધીના પાર્થિવ શરીર પર ચઢાવી. આ ભારતના અંતિમ વાયસરોયની એ વ્યક્તિને અંતિમ શ્રદ્ધાંજલિ હતી જેમણે તેમની પરદાદીના સામ્રાજ્યનો અંત કર્યો હતો.
મનુએ ગાંધીનુ માથુ પોતાના ખોળામાં લીધુ હતુ અને એ માથાને પંપાળી રહી હતી જેનાથી માનવતાના હકમાં અનેક મૌલિક વિચાર ફૂટ્યા હતા.
બર્નાડ શૉ એ ગાંધીના મોત પર કહ્યુ, "એ દેખાય છે કે સારુ થવુ કેટલુ ખતરનક હોય છે."
દક્ષિણ આફ્રિકાથી ગાંધીના ઘુર વિરોધી ફીલ્ડ માર્શલ જૈન સ્મટ્સએ કહ્યુ, "અમારી વચ્ચેનો રાજકુમાર નથી રહ્યો."
કિંગ જોર્જ ષષ્ટમે સંદેશ મોકલ્યો, "ગાંધીના મોતથી ભારત જ નહી સંપૂર્ણ માનવતાને નુકશાન થયુ છે."
મહાત્મા ગાંધીની શવયાત્રામાં પંડિત જવાહરલાલ નેહરુ
સૌથી ભાવુક સંદેશ પાકિસ્તાનથી મિયાં ઈફ્તિખારુદ્દીન તરફથી આવ્યો, 'ગયા મહિનાઓમાં આપણામાંથી જેમણે માસૂમ પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો પર પોતાનો હાથ ઉઠાવ્યો છે કે આવી હરકતનું સમર્થન કર્યુ છે, ગાંધીની મોતનો એ ભાગીદાર છે."
મોહમ્મદ અલી જીન્નાએ પોતાના શોક સંદેશમાં કહ્યુ, "તે હિંદુ સમુહના મહાન લોકોમાંથી એક હતા."
જ્યારે જિન્નાના એક સાથીએ તેમને સમજાવવાની કોશિશ કરી કે ગાંધીનુ યોગદાન એક સમુદાયથી અનેક ગણુ ઉપર હતુ. જિન્ના પોતાની વાત પર કાયમ રહ્યા અને બોલ્યા, "ધેટ ઈઝ વૉટ હી વાઝ - અ ગ્રેટ હિંદુ"
જ્યારે ગાંધીના પાર્થિવ શરીરને અગ્નિ આપવામાં આવી રહી હતી ત્યારે મનુએ પોતાનો ચહેરો સરદાર પટેલના ખોળામાં મુકી દીધો હતો અને રડી રહી હતી. જ્યારે તેણે પોતાનો ચેહરો ઉઠાવ્યો અને અનુભવ કર્યો કે સરદાર અચાનક વૃદ્ધ થઈ રહ્યા હતા.