સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (15:50 IST)

World Water Day: પાણીનુ દરેક ટીપું છે કિમતી.... આ રીતે કરો બચાવ

પાણી આપણા જીવનમાં ખૂબ મહત્વનુ છે. સવારે દિવસની શરૂઆતથી લઈને રાત્રે સૂતા સુધી આપણે પાણીનો કોઈને કોઈ રૂપમાં ઉપયોગ જરૂર કરે છે.  આજના દિવસે મતલબ 22 માર્ચના રોજ વિશ્વમાં જળ સંરક્ષણ દિવસ ઉજવાય છે. આ દિવસે લોકોને પાણીના મહત્વ વિશે અને તેને બચાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આવો જાણો કેવી રીતે થઈ આ દિવસ ઉજવવાની શરૂઆત... 
 
કેવી રીતે થઈ શરૂઆત 
 
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ વર્ષ 1993માં આ દિવસને વર્લ્ડ વો
ટર ડેના રૂપમાં મનાવવાનો નિર્ણય કર્યો. દુનિયાભરમાં પાણીની થઈ રહેલ બરબાદીને રોકવા માટે પહેલીવાર વર્ષ 1992માં બ્રાઝીલના રિયો ડી જેનેરિયોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનની અનુસૂચી 21માં જોડવામાં આવ્યુ હતુ. આ પ્રોગ્રામને આગળ વધુ પ્રોત્સાહિત કરવા માટે 1993માં આ ઉત્સવને દર વર્ષે મનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ. 
 
કેમ મનાવાય છે આ દિવસ 
 
સંયુક્ત રાષ્ટ્રના બધા સભ્ય દેશ પાણીથી ક્રિયાકલાપોને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવે છે.  સ્વચ્છ જળ સંરક્ષણ કરવા માટે એનજીઓ અને બિનસરકારી સંગઠન પણ તેમા સામેલ થાય છે. 
 
આ રીતે કરો પાણીનો બચાવ 
1. દંત મંજન કે પછી બ્રશ કરતી વખતે નળ ખોલીને બ્રશ ન કરો. તેનાથી 33 લીટર જેટલુ પાણી વહી જાય છે.  એક મગમાં પાણી ભરીને તેનો ઉપયોગ કરવાથી 1 લીટર જેટલુ પાણી જ ખર્ચાય હ્ચે. તમે આ રીતે એક દિવસે 32 લીટર જેટલુ પાણી બચાવી શકો છો. 
2. બાથ ટબ ફુવ્વારા અને ખુલ્લા નળથી નહાતી વખતે લગભગ 100 થી 150 લીટર પાણીનો ઉપયોગ થાય છે.  જો ડોલ ભરીને પાણી બંધ કરી દેવામાં આવે અને તેનાથી ન્હાવ તો 70-80 લીટર જેટલા પાણીની બરબાદી રોકી શકાય છે. 
3. લોકો દાઢી કે પછી મોઢુ ધોતી વખતે 12 લીટર પાણીનો ઉપયોગ કરી લે છે.  જેનુ કારણ છે ખુલ્લો નળ. આ કામને કરતી વખતે નાની બાલટીમાં પાણી ભરીને મુકવાથી પાણીનો ખૂબ બચાવ થઈ શકે છે. 
 
4. છોડને પાણી આપી રહ્યા છો તો આ માટે પાઈપનો ઉપયોગ કરવાને બદલે બાલટીમાં પાણી ભરીને મગ વડે છાંટો.  તાપમાં છોડને પાણી આપવાને બદલે સાંજના સમયે પાણી આપો.